Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કાળા બજારી રોકવા GTUએ રેમડેસિવીર ઇંજેક્શનની ચકાસણી મેથડ વિકસાવી

કાળા બજારી રોકવા GTUએ રેમડેસિવીર ઇંજેક્શનની ચકાસણી મેથડ વિકસાવી

0
37
  • ઇન્ડિયન ફાર્મા કોપીયા કમિશન અને FDCA કમિશનરને પણ પત્ર લખીને પણ જાણ કરાઇ

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનામાં મહત્વના રેમડેસિવીર ઇંજેકેશનની કાળાબજારી રોકવા જીટીયુએ ઇંકેશનનની ચકાસણીની મેથડ (Remdesivir verification method) વિકસાવી છે. તે અંગે ઇન્ડિયન ફાર્મા કોપીયા કમિશન અને FDCA કમિશનરને પણ પત્ર લખીને પણ જાણ કરી દેવાઇ છે.

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા મહામારીના સમય દરમિયાન અનેક પ્રકારની સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ નકલી સેનેટાઈઝરના ટેસ્ટિંગ બાબતે ગ્રેજ્યુટ સ્કૂલ ઑફ ફાર્મસી (જીએસપી) કાર્યરત રહી છે.

આ પણ વાંચોઃ કોરોના સંકટ વચ્ચે માથુ ઉચકી રહ્યું છે ફંગલ ઈન્ફેક્શન ‘મ્યૂકોરમાઈકોસિસ’, ડાયાબિટીસના દર્દીઓને વધુ ખતરો

ડૉ. કશ્યપ ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ મેથડ પર કામ

તાજેતરમાં જ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસીના આસિસ્ટન્ટ પ્રો. ડૉ. કશ્યપ ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ માસ્ટર ઓફ ફાર્મસીના વિદ્યાર્થીઓ મલય પંડ્યા અને‌ નિસર્ગ પટેલ દ્વારા રેમડેસીવરની ચકાસણી સંદર્ભે મેથડ (Remdesivir verification method) વિકસાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રેમડેસિવીર ઇજેક્શનના નામે કેટલાક તત્વોએ રીતસરનો લૂંટ ચલાવવાનો ધંધો બનાવી દઈને માનવતા મરી પરવારી હોવાના અનુભવો લોકોને કરાવ્યા છે, તેવા સમયે જીટીયુનું આ પગલું ઘણાને મદદરૂપ બનશે.

આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, કોરોના જેવી રાષ્ટ્રીય મહામારીનો સામનો કરવા દરેક સંસ્થાઓએ આગળ આવવું પડશે. સરકારની મદદના ભાગરૂપે જીટીયુ દ્વારા રેમડેસીવીર ઇજેક્શનની યોગ્ય ચકાસણી વિનામૂલ્યે કરી આપવામાં આવશે. જ્યારે જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર અને જીએસપી ડાયરેક્ટર પ્રો. ડૉ. સંજય ચૌહાણે ડૉ. ઠુમ્મર અને રીસર્ચકર્તા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.

ઇમરજન્સીને કારણે રેમડેસિવીરની મેથડ નક્કી થઇ નહીં

ઈન્ડિયન ફાર્મા કોપીયા કમિશને મંજૂર કરેલ દરેક દવાની મેથડ નક્કી કરવામાં આવે છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં રેમડેસીવર ઇજેક્શનની મંજૂરી ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલ હોવાથી તેની‌ ઓફિશીયલ મેથડ નક્કી કરવામાં આવેલ નથી. તેવા સંજોગોમાં ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન હાર્મોનાઈઝેશનની (ICH) ગાઈડ લાઈન પ્રમાણે, પ્રથમ વખત જીટીયુ દ્વારા હાઈ પ્રેશર લિક્વિડ ક્રોમોટોગ્રાફી ( HPLC ) મેથડ (Remdesivir verification method) વિકસાવવામાં આવી છે.

જીટીયુ ફાર્મસી સ્કૂલ દ્વારા 5‌ મીનીટની સમયમર્યાદામાં કોવિડ-19 સામે વાયરસનો‌ નાશ કરતું એન્ટી વાયરલ ડ્રગ્સ રેમડેસીવર યોગ્ય છે ‌ કે નહીં તથા તેમાં રહેલા ડ્રગ્સના પ્રમાણની યોગ્ય ખરાઈ વિનામૂલ્યે કરી આપવામાં આવશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના 2 લાખથી વધુ પોઝિટિવ કેસ, 2,285 લોકોએ ગુમાવ્યો જીવ

જીટીયુ દ્રારા રીસર્ચકર્તા વિદ્યાર્થીઓને મેથડ વિકસાવવા માટે આર્થિક સહયોગ પણ કરવામાં આવ્યો છે. દરેક જનસામાન્ય થી લઈને વિવિધ સંસ્થાઓ અને હોસ્પિટલોને પણ આ સેવાનો લાભ વિનામૂલ્યે આપવામાં આવશે. ‌

જીટીયુના કુલપતિ ડો. નવીન શેઠે ઇન્ડિયન ફાર્મા કોપીયા કમિશન અને FDCA કમિશનરને પણ પત્ર લખીને આ સંદર્ભે જાણ કરી છે. જેનાથી વધુમાં વધુ લોકોને આ સુવિધાનો લાભ મળે તથા કેટલાક અસામાજીક તત્વો કે‌ જેઓ નકલી રેમડેસીવરનું ઉત્પાદન કરીને ઉંચી કિંમતે વેંચે છે. તેઓ પર લગામ લાગશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat