નવી દિલ્હી: સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડ રૂપિયાના મની લૉન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડિસ પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થઇ હતી. જેકલીનને કોર્ટે રાહત આપતા આગામી સુનાવણી સુધી તેની ધરપકડ પર રોક લગાવી દીધી છે. હવે આ કેસની આગામી સુનાવણી 10 નવેમ્બરે યોજાશે.
Advertisement
Advertisement
મહત્વપૂર્ણ છે કે કોર્ટે EDને જેકલીનની જામીન અરજી પર જવાબ દાખલ કરવા કહ્યુ હતુ. બીજી તરફ EDએ જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો છે. કોર્ટે જેકલીનના વકીલને પૂછ્યુ કે શું તમે ચાર્જશીટની કૉપી તમામ આરોપીઓને આપી દીધી છે. જેની પર જેકલીનના વકીલે કહ્યુ કે EDએ કહ્યુ હતુ કે કોર્ટમાં આપીશુ પરંતુ તે બાદ હજુ સુધી મળી નથી.
શું છે ઘટના?
200 કરોડ રૂપિયાની મની લૉન્ડ્રિંગ કેસમાં આરોપી સુકેશ ચંદ્રશેખર જેલમાં બંધ છે. સુકેશ પર આરોપ છે કે તેને પ્રભાવશાળી લોકો સહિત ઘણા લોકોને છેતર્યા છે. 17 ઓગસ્ટે EDએ ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં જેકલીન પણ 200 કરોડની રિકવરી કેસમાં આરોપી હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં અનેક સાક્ષીઓ અને પુરાવાઓને આધાર બનાવવામાં આવ્યા હતા. આ પછી કોર્ટે તેમને સમન્સ પાઠવ્યા હતા. જેકલીનને મની લોન્ડરિંગ કેસમાં આરોપી બનાવાયા બાદ તેના વકીલે જામીન અરજી દાખલ કરી હતી.
જેકલીનને ઘણી વખત પૂછપરછ કરવામાં આવી હતી
આ મામલામાં EDએ જેકલીનની અનેકવાર પૂછપરછ કરી છે. આ પૂછપરછમાં જેકલીને જણાવ્યું કે તે સુકેશ સાથે લગ્ન કરવા માંગતી હતી. આ સિવાય દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્ડર્સ વિંગ દ્વારા જેકલીન ફર્નાન્ડિસની પણ 15 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી છે.
જેકલીનના સ્ટાઈલિશે આ વાત કહી
જેકલીનની સ્ટાઈલિશ લિપાક્ષી ઈલાવાડીની પણ દિલ્હીની ઈકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા 21 સપ્ટેમ્બરે પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ સાત કલાક સુધી ચાલી હતી. લિપાક્ષીએ પોતાના નિવેદનમાં જેકલીન અને સુકેશ ચંદ્રશેખર વિશે ઘણા ખુલાસા કર્યા હતા. લિપાક્ષીએ કથિત રીતે કહ્યું હતું કે ચંદ્રશેખરની ધરપકડના સમાચાર આવ્યા બાદ જેકલીને તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો.
આ પણ વાંચો: ઝારખંડ: મિત્ર સાથે ફરવા ગયેલી સોફ્ટવેર એન્જિનિયર યુવતી પર ગેન્ગરેપ
આ કેસ સાથે સંકળાયેલા અધિકારીએ જણાવ્યું હતું કે, ફર્નાન્ડિસના કપડાંની બ્રાન્ડ વિશે જાણવા માટે ગયા વર્ષે લિપાક્ષીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. લિપાક્ષીએ જણાવ્યું કે સુકેશે તેને જેકલીન માટે કપડાં ખરીદવા માટે 3 કરોડ રૂપિયા આપ્યા હતા. લિપાક્ષીએ સુકેશ પાસેથી મળેલી આખી રકમ ફર્નાન્ડિસ માટે ગિફ્ટ ખરીદવામાં ખર્ચી નાખી હતી.
Advertisement