Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > DPSના સંચાલિકા મંજુલા શ્રોફને રાહત, 19 માર્ચ સુધી નહી થાય ધરપકડ

DPSના સંચાલિકા મંજુલા શ્રોફને રાહત, 19 માર્ચ સુધી નહી થાય ધરપકડ

0
332

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી DPS સ્કૂલમાં ચાલતા નિત્યાનંદ આશ્રમ મામલે સંચાલક મંજુલા શ્રોફને રાહત મળી છે. મંજુલા શ્રોફની 19 માર્ચ સુધી ધરપકડ નહી થાય. નિત્યાનંદ કુકર્મ કેસમાં ધરપકડથી બચવા માટે DPSના સંચાલક મંજુલા શ્રોફ ધમ પછાડા કરી રહ્યા છે.

મંજુલા શ્રોફની કરાઇ હતી પૂછપરછ

મંજુલા પૂજા શ્રોફની આ પહેલા 3 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. મંજુલા શ્રોફે નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા મામલે બચાવ કરતા પોલીસને કહ્યુ હતું કે તે આ ઘટના સમયે અમેરિકામાં હતા. મંજુલા શ્રોફ બળાત્કારી નિત્યાનંદના સંપર્કમાં હતા કે કેમ તેની તપાસ મોબાઇલના સીડીઆરના આધારે થઇ રહી છે.

શું છે વિવાદ?

અમદાવાદના હાથીજણમાં આવેલી DPS સ્કૂલમાં ચાલતા નિત્યાનંદ આશ્રમમાંથી યુવતીઓ ગુમ થવા, બાળકોને ગોંધી રાખવા તેમજ DPS સ્કૂલે CBSE બોર્ડની મંજુરી માટે ખોટા દસ્તાવેજ રજૂ કરવાનો કેસ ચાલી રહ્યો છે. DPS શાળાએ 2010માં CBSE સાથે જોડાણ માટે ગુજરાત શિક્ષણ વિભાગી NOC રજૂ કરી હતી. જોકે, નિત્યાનંદ પ્રકરણ સામે આવ્યા બાદ થયેલી તપાસમાં ખુલાસો થયો હતો કે, CBSEને આપવામાં આવેલી NOC નકલી હતી. જે નિત્યાનંદના કુકર્મો પછી શિક્ષણ વિભાગની તપાસમાં ખુલ્લા પડ્યા હતા અને ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા મંજુલા સહિત અન્યો પર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

પ્રાંતિજ-સુરેન્દ્રનગરમાં દલિત પરિવારોની હિજરત, રૂપાણી સરકાર ઉંઘમાં