Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોના સામે લડવા ગુજરાત માટે રાહતના સમાચાર, 24 હજાર રેપિડ ટેસ્ટિંગ કિટનો અમદાવાદ પહોંચી

કોરોના સામે લડવા ગુજરાત માટે રાહતના સમાચાર, 24 હજાર રેપિડ ટેસ્ટિંગ કિટનો અમદાવાદ પહોંચી

0
467

રાજયમાં કોરોના વાયરસે ભારે હાહાકાર મચાવી દીધી છે, કોરોનાના કેસનો આંકડો 1 હજારને પાર કરી ગયો છે. આ કહેરને રોકવા માટે સરકાર તરફથી તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને લોકોને સાવચેતી રાખવા માટેની સૂચના આપવામાં આવી રહી છે. પોલીસતંત્ર દ્વારા લોકોને લોકડાઉનનું પાલન કરવા માટે પણ સૂચના કરવામાં આવી રહી છે. જો કે આ મહામારી વચ્ચે ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અમદાવાદ એરપોર્ટ પર 24 હજાર રેપિડ ટેસ્ટિંગ કિટનો જથ્થો પહોંચી ગયો છે. આ કિટ થકી 15 મિનિટમાં જ વ્યક્તિને ચેપ છે કે નહીં તે જાણી શકાશે

ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 1 હજારને પાર કરી ગયો છે. કોરોનાના વધતા કેર વચ્ચે કેન્દ્ર સરકારે ગુજરાતને 24 હજાર રેપિડ ટેસ્ટિંગ કિટ ફાળવવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર 24 હજાર રેપિડ ટેસ્ટિંગ કિટનો જથ્થો પહોંચી ગયો છે. આ કિટ થકી 15 મિનિટમાં જ વ્યક્તિને ચેપ છે કે નહીં તે જાણી શકાશે. ડાયાબિટીસના દર્દીની જેમ આંગળી પર સોય મારીને લોહીનો નમૂનો લેવામાં આવશે, જે બાદ ચેપ હોય તો આગળના તબક્કામાં વધુ કેટલાક ટેસ્ટ કરવા પડશે. આ ટેસ્ટિંગ કિટ ફાળવાયા બાદ ગુજરાતમાં ટેસ્ટિંગની કાર્યવાહી વધુ ઝડપથી થઈ શકશે.

અમદાવાદ સિવિલના સુપ્રિ.ના પુત્રને કોરોના પોઝિટિવ

અમદાવાદ શહેરમાં કોરોનાનો હાહાકાર વધતા તંત્ર હરકતમાં આવી ગયું છે. ગુરુવારે અમદાવાદ મ્યુનિસિપલના આસિ. કમિશનરને કોરોના પોઝિટીવ આવ્યા બાદ સિવિલના સુપ્રિટેન્ડેન્ટને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટના પુત્રને કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.G.H. રાઠોડના પુત્રને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેના કારણે ગાઈડલાઈન્સ પ્રમાણે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.G.H. રાઠોડ ક્વોરન્ટાઈન થતા તેમની જગ્યાએ ડૉ. J.P. મોદીએ સુપ્રિટેન્ડેન્ટનો ચાર્જ સંભાળ્યો છે. જ્યારે 1200 બેડની હોસ્પિટલનો ચાર્જ ડૉ. ગજ્જરને સોંપવામાં આવ્યો છે.

ગુનેગારો પણ હવે પોતાના ઘરમાં થયા લોકડાઉન, રાજયનો ક્રાઈમરેટ ઘટ્યો