Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > રિલાયન્સનું મૂલ્ય 200 અબજ ડોલરઃ પ્રથમ ભારતીય કંપની બનવાની સિદ્ધિ

રિલાયન્સનું મૂલ્ય 200 અબજ ડોલરઃ પ્રથમ ભારતીય કંપની બનવાની સિદ્ધિ

0
228

નવી દિલ્હીઃ રિલાયન્સ (Reliance) ઇન્ડસ્ટ્રીઝ બજારમૂલ્ય (માર્કેટ-કેપ)ની રીતે ગુરુવારે 200 અબજ ડોલરે પહોંચનારી સૌપ્રથમ ભારતીય કંપની બની હતી. બીએસઇ (BSE) પર બપોરના સત્ર વખતે કંપનીનો શેર એક તબક્કે 6.2 ટકા વધ્યો હતો ત્યારે રિલાયન્સે આ સિદ્ધિ મેળવી હતી. બીએસઇ પર રિલાયન્સનો ભાવ 7.10 ટકા વધીને 2,314.65 પર બંધ આવ્યો હતો.

આ પણ વાંચોઃ કંગનાનો ફરી CM ઉદ્ધવ પર વારઃ કહ્યું-શિવસેના હવે સોનિયાસેના બની ગઇ

એશિયાના સમૃદ્ધ વ્યક્તિ મુકેશ અંબાણીએ (Mukesh Ambani) ભારતના ટોચના ટેલિકોમ નેટવર્ક તરીકે સફળ બિડિંગ બાદ ચાર વર્ષથી પણ ઓછા સમયમાં લગભગ 40 કરોડ ગ્રાહક મેળવી વિક્રમ સર્જયો છે. આજે તે ભારતમાં સૌથી વધારે ગ્રાહકો ધરાવતી મોબાઇલ કંપની છે.

રિલાયન્સ રિટેલમાં એમેઝોનને 20 અબજ ડોલરમાં હિસ્સો ઓફર

કંપનીએ હવે તેના રિટેલ એકમમાં એમેઝોનને 20 અબજ ડોલરમાં હિસ્સો ઓફર કર્યો હોવાના અહેવાલ છે. આ અંગે કેટલાક સૂત્રોના જણાવ્યા મુજબ અબજપતિ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ તેના રિટેલ કારોબારમાં 40 ટકા હિસ્સો એમેઝોનને વેચવા માટે તૈયાર છે.

બિયાણીની ફ્યુચર રિટેલ ખરીદી

વ્યાપક પાયે પ્રોડક્ટ્સનું વેચાણ કરતા 12,000 સ્ટોર્સ ધરાવતી રિલાયન્સ રિટેલે ગયા મહિને તેના હરીફ ફ્યુચર ગ્રુપ (Future group)ના રિટેલ એકમને હસ્તગત કર્યુ હતુ અને ગયા બુધવારે જ સિલ્વર લેક પાર્ટનર્સે તેમા એક અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી. આમ રિલાયન્સ રિટેલે કિશોર બિયાણી (Kishor Biyani) પાસેથી 24,000 કરોડથી વધુ રકમમાં ફ્યુચર ગ્રુપ ખરીદ્યુ તેના મહિનાથી પણ ઓછા સમયમાં સિલ્વર લેક  (Silver lake) પાસેથી એક અબજ ડોલરનું રોકાણ મેળવીને 7,500 કરોડની રકમ મેળવી લીધી છે.

આ પણ વાંચોઃ ભારતમાં મોતના આંકડામાં ફુગાવો, છેલ્લાં 2 સપ્તાહમાં સૌથી વધારે મૃત્યુ કોરોનાથી

ઉલ્લેખનીય છે કે જેફ બેઝોસને વિશ્વના સૌથી ધનવાન મનાય છે. તેઓ ભારતના રિટેલ ગ્રોથને લઈને આશ્વસ્ત છે. તે ભારતને પોતાના અમેરિકા બહારના ભવિષ્યના સૌથી મોટા બજાર તરીકે જુએ છે.

ફેસબૂકે પણ કર્યુ જિયોમાં જંગી રોકાણ

રિલાયન્સ જિયોમાં ફેસબૂકે 43 હજાર કરોડ કરતા વધુ રકમનું રોકાણ કર્યુ છે ત્યારે રિલાયન્સ રિટેલમાં સિલ્વર લેક પછી હવે સૌથી વધુ રોકાણ કોણ કરે તેના પર બધાની મીટ મંડાઈ છે.

સાઉદીની અરામ્કો સાથે ચાલતી વાતચીત

આ ઉપરાંત રિલાયન્સ તેના પેટ્રોકેમિકલ બિઝનેસ માટે સાઉદીની અરામ્કો સાથે પણ વાતચીત કરી રહ્યુ છે. આ સોદા અંગે પણ 15થી 20 અબજ ડોલરના ડીલની વાતચીત ચાલી રહી છે. આમ રિલાયન્સ તેના લગભગ આ મોટા સાહસોમાં 30થી 40 ટકા હિસ્સો વેચીને ભારતીય બજારમાં મોટાપાયા પર છવાઈ જવા માટેની તૈયારી કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ IAFમાં ‘રાફેલ’ની ગ્રાન્ડ એન્ટ્રી, જાણો કંઈ ખૂબી તેને બનાવે છે ઘાતક ફાઈટર જેટ

આ રીતે તે આગામી સમયમાં તેની પાસે મોટાપાયા પર ભંડોળ આવતા તે વધુને વધુ પ્રમાણમાં એક્વિઝિશન કરે તો કોઈને આશ્ચર્ય નહી લાગે. આગામી સમયમાં આપણે રિલાયન્સ દ્વારા આપણે ભારતમાં વધુને વધુ પ્રમાણમાં એક્વિઝિશન જોઈ શકીશું. હવે તે કઈ-કઈ કંપનીઓને લક્ષ્યાંક બનાવે છે તે જોવાનું રહેશે.