Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > રિલાયન્સ રિટેલે 10.09 ટકા હિસ્સો વેચી 47,265 કરોડ મેળવ્યા

રિલાયન્સ રિટેલે 10.09 ટકા હિસ્સો વેચી 47,265 કરોડ મેળવ્યા

0
75

રિલાયન્સ રિટેલમાં મોટાપાયા પર રોકાણ કરતાં વૈશ્વિક રોકાણકારો

મુંબઈઃ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (આરઆરવીએલ)એ ગુરુવારે જાહેરાત કરી હતી કે તેણે બે મહિનાથી પણ ઓછા સમયમાં 10.09 ટકા હિસ્સો વેચીને 47,265 કરોડનું (Reliance Retail news) રોકાણ મેળવ્યું છે. આમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“RRVL”)એ RRVL માટે મૂડીરોકાણ ઊભું કરવાના અને ભાગીદારોને સમાવવાના વર્તમાન તબક્કાને પૂર્ણ કર્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે તેણે તેના નાણાકીય ભાગીદારો પાસેથી મેળવેલા 47,265 કરોડની સામે તેમને 69,27,81,234 ઇક્વિટી શેરોની ફાળવણી કરી છે.

આ પણ વાંચોઃ રિલાયન્સ રિટેલે ફર્નિચર રિટેલર અર્બન લેડરમાં 182 કરોડમાં બહુમતી હિસ્સો ખરીદ્યો

રિલાયન્સ રિટેલે ભંડોળ ઊભી કરવાની કવાયતનો (Reliance Retail news)પ્રારંભ સિલ્વર લેકથી શરૂ કર્યો હતો. તેણે પહેલા જિયો પ્લેટફોર્મમાં 1.60 ટકા હિસ્સા માટે 7,500 કરોડનું રોકાણ કર્યુ હતુ. તેના પછી બીજા રોકાણમાં 1,875 કરોડનું રોકાણ કરી 0.40 ટકા હિસ્સો મેળવ્યો હતો. આમ સિલ્વર કંપનીમાં 9,375 કરોડનું રોકાણ અને બે ટકા હિસ્સો ધરાવે છે.

સિલ્વરલેકના રોકાણ પછી કેકેઆર, મુબદલા, એડીઆઇએ, જીઆઇસી, ટીપીજી, જનરલ એટલાન્ટિક અને પીઆઇએફે પણ રોકાણ કર્યુ હતુ.

આ પણ વાંચોઃ BPCLને ખરીદવા માટે વેદાંતા અને 2 વિદેશી કંપનીઓએ કરી અરજી

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર કુમારી (Reliance Retail news)ઈશા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “RRVLમાં મજબૂત અને પ્રતિષ્ઠિત ભાગીદારોને આવકારતાં અમે ગર્વ અનુભવીએ છીએ. અમારા બિઝનેસમાં અભૂતપૂર્વ રસ દાખવનારા રોકાણકારો પ્રત્યે અમે સન્માનની લાગણી અનુભવીએ છીએ અને તેમના અનુભવ અને વૈશ્વિક પહોંચનો ફાયદો મેળવવા માટે અમે પ્રયાસ કરીશું. ન્યૂ કોમર્સ (Reliance Retail news)પર ધ્યાન કેન્દ્રિત કરીને અમે લાખો વેપારીઓ અને સૂક્ષ્મ, નાના તથા મધ્યમ કદના વેપારને સશક્ત બનાવીને ભારતીય રિટેલ સેક્ટરમાં પરિવર્તન લાવનારી ભૂમિકા નિભાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”

કંપનીના અન્ય રોકાણકારોમાં કેકેઆરે 1.19 ટકા હિસ્સા પેટે 5,550 કરોડ, મુબદલાએ 1.33 ટકા પેટે 6,247.50 કરોડ, એડીઆઇએએ 1.18 ટકા પેટે 5,512 કરોડ, જીઆઇસીએ 1.18 ટકા પેટે 5,512.50 કરોડ, ટીપીજીએ 0.39 ટકા પેટે 1,837.50 કરોડ, જનરલ એટલાન્ટિકે 0.79 ટકા પેટે 3,675 કરોડ, પીઆઇએફે 2.04 ટકા પેટે 9,555 કરોડનું રોકાણ કર્યું છે.