Gujarat Exclusive > આપણી જરૂરિયાત > Reliance Jio 4G ડાઉનલોડ સ્પીડમાં અવ્વલ તો અપલોડ લિસ્ટમાં Vodafone આગળ

Reliance Jio 4G ડાઉનલોડ સ્પીડમાં અવ્વલ તો અપલોડ લિસ્ટમાં Vodafone આગળ

0
236

Reliance Jioએ 4G ડાઉનલોડ સ્પીડની રેન્કિંગમાં તેની લીડ જાળવી રાખી છે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈ (TRAI)ના ડેટા અનુસાર Reliance Jio 20.9 mbpsની સ્પીડની સાથે સૌથી આગળ રહ્યું છે, તો વોડાફોન (Vodafone)એ જાન્યુઆરી મહિનામાં 4G અપલોડ સ્પીડના મામલે ટોપ કર્યું છે. Reliance Jioના નવા ચાર્ટમાં સૌથી ઉચા આકડા નવેમ્બરમાં 27.2 mbpsની ડાઉનલોડ સ્પીડની સાથે થયું હતું. કંપનીની નજીકની હરીફ ભારતી એરટેલ કરતા લગભગ ત્રણ ગણી વધારે સ્પીડ રહી.

TRAIએ ડેટા જાહેર કર્યો

ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર,ભારતીય Airtel સરેરાશ 4G ડાઉનલોડ સ્પીડ 7.9 mbps, Vodafoneની 7.6 mbps અને Ideaની સ્પીડ 6.5 mbps રહી હતી. TRAIએ સમગ્ર ભારતમાંથી એકત્રિત કરેલા ડેટાના આધારે સરેરાશ સ્પીડની ગણતરી કરે છે. તે તેની MySpeed એપ્લિકેશનની મદદથી રિયલ ટાઈમ આધારે આની ગણતરી કરે છે.

જોકે, Vodafone અને Ideaએ પોતાના મોબાઈલ બિજનેસને મર્જર કરી દીધુ છે, પરંતુ TRAIએ આ બન્ને કંપનીનું આકલન અલગ-અલગ કર્યું છે, કારણ કે, હજુ બન્ને કંપનીના નેટવર્કનું એકીકરણ ચાલી રહ્યું છે.

અપલોડ સ્પીજમાં બીજા નંબર પર Idea

Vodafone અપવોડ સ્પીડની શ્રેણીમાં 6 mbpsની સ્પીડની સાથે ટોપ કર્યું છે. ત્યાર બાગ લીસ્ટમાં Idea છે. જેની અપલોડ સ્પીડ 5.6 mbps રિકોર્ડ કરવામાં આવી છે. બાદ 4.6 mbps સ્પીડની સાથે Reliance Jio અને 3.8 mbpsની સાથે Airtelનું સ્થાન છે.

ડાઉનલોડ સ્પીડની મદદથી અલગ-અલગ એપ્લીકેશન્સથી કન્ટેટને એક્સેસ કરવા મદદ મળે છે. જ્યારે અપલોડ સ્પીડથી સબ્સ્ક્રાઇબર્સને ઈમેલ, ફોટો,વીડિયો જેવા કન્ટેટને શેર કરવામાં મદદ મળે છે.

મહારાષ્ટ્રમાં સરકારી કર્મચારીઓને અઠવાડિયામાં બે રજા, પણ શરતો લાગૂ