Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > શું તમે રિલાયન્સ ‘Jio’નો ઉપયોગ કરો છો? તો આ ખબર તમારા માટે…

શું તમે રિલાયન્સ ‘Jio’નો ઉપયોગ કરો છો? તો આ ખબર તમારા માટે…

0
432

રિલાયન્સ જિઓ ઈન્ફોકોમ આ નાણાંકિય વર્ષમાં પોતાની સેવાઓની કિંમતોમાં વધારો કરી શકે છે. હકીકતમાં રિલાયન્સ જિઓને લાંબા સમય સુધી પોતાની સેવાઓ અને કાર્યક્ષમતાના વિસ્તાર માટે દરવર્ષે 9 હજાર કરોડ રૂપિયાની જરૂરત છે. જેમાં ટાવપ અને ફાઈબર વિસ્તાર માટે સ્પેશ્યલ પર્પજ વ્હીકલ (SPVs) જેવી ચીજોમાં રોકાણ કરવાની જરૂરત છે.

આ ઉપરાંત જિયોની હરિફ કંપનીઓ વોડાફોન, આઈડિયા અને ભારતી એરટેલ પણ પોતાની ક્ષમતા વધારવા માટે ભારે રોકાણ કરી રહી છે.

જેપી મોર્ગને પણ જણાવ્યું કે, જિયોએ પોતાની કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે અને આ વધારો પહેલાની સરખામણીમાં વધારે છે. જે રિલાયન્સની પ્રતિસ્પર્ધી કંપનીઓ આઈડિયા અને એરટેલ માટે સારી બાબત છે.

આ બાબતે વિષેષજ્ઞોએ જણાવ્યું કે, જિયોનું ફાયબર એસપીવી એને ટાવરનું કામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. જ્યારે વોડાફોન અને આઈડિયા અને ભારતી એરટેલ પોતાની કંપની દ્વારા જ આ કામ કરાવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, વોડાફોન-આઈડિયા અને ભારતી એરટેલ રાઈટ ઈશ્યું મારફતે લગભગ 25 હજાર કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના બનાવી રહ્યા છે. જેથી તેઓ દેશભરમાં તેમની 4G સેવાઓનો વ્યાપ વધારીને જિયોનો મુકાબલો કરી શકે.

જો કે જિયો મેનેજમેન્ટ દ્વારા ગત સપ્તાહે જ કહેવામાં આવ્યું હતું કે, કંપની પોતાની સેવાઓમાં કોઈ વધારો નથી કરવા જઈ રહી. રિલાયન્સ જિયોએ સપ્ટેમ્બર 2016માં ભારતીય ટેલિકોમ માર્કેટમાં પગ મૂકતા ઓછી કિમતોના કારણે ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં ક્રાંતિ સર્જી દીધી હતી. રિલાયન્સ જિયોના આવ્યા બાદ દેશમાં મોબાઈલના ગ્રાહકો અને ઈન્ટરનેટ ડેટાના વપરાશમાં વધારો થયો છે. રિલાયન્સની ધમાકેદાર એન્ટ્રી બાદ ટેલિકોમ ઈન્ડસ્ટ્રીની અનેક માધાંતા કંપનીઓને ગળાકાપ હરિફાઈનો સામનો કરવો પડ્યો હતો.