Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > Reliance Jio GigaFiber: આનંદો…બ્રોડબેન્ડ-લેન્ડલાઈન અને ટીવીનું કૉમ્બો પેક આટલું સસ્તું!

Reliance Jio GigaFiber: આનંદો…બ્રોડબેન્ડ-લેન્ડલાઈન અને ટીવીનું કૉમ્બો પેક આટલું સસ્તું!

0
361

Reliance Jio GigaFiber પોતાના આગામી પ્લાનમાં બ્રોડબેન્ડ, લેન્ડલાઈન અને ટીવીની કોમ્બો સેવા માત્ર 600 રૂપિયામાં ઓફર કરવા જઈ રહ્યું છે. આ સાથે ઓછામાં ઓછા 40 ડિવાઈસને એક સાથે કનેક્ટ કરવાનો વિકલ્પ પણ મળશે. આ સમાચાર વાંચીને તમે ખુશ થયા હશો. હવે માત્ર રૂપિયા 600માં જો કોઈ બ્રોડબેન્ડ, ટીવી અને સાથે લેન્ડલાઈન પણ મળી જાય, તો પછી કહેવું જ શું?

હકીકતમાં રિલાયન્સે આ માટે સત્તાવાર રીતે કોઈ પ્લાનની જાહેરાત કરી નથી, આવી કોઈ યોજના અંગે ખુદ રિલાયન્સને પણ કોઈ જાણકારી નથી. જો કે કંપનીના એક અધિકારીએ વાતચીતમાં જણાવ્યું કે, હજું સુધી આવા પ્લાનની કોઈ જાણકારી મળી નથી. આ સાથે જ આ સેવાને લાગુ કરવામાં 3 મહિનાનો સમય પણ થઈ શકે છે.

Jio GigaFiberની હાલની સ્થિતિને પગલે જિઓ કંપનીએ જણાવ્યું કે, હજુ પણ આ પ્રકારની સેવા સંપૂર્ણ રીતે લાગુ કરવામાં ઓછામાં ઓછા 2 થી 3 મહિનાનો સમય લાગી શકે છે. આની પાછળ Jioને મોબાઈલ કનેક્ટિવિટીમાં સતત વધારો કરવો આવશ્યક છે અને આ પ્રક્રિયા પાછળ સમય લાગી શકે છે. આ માટે જે-જે વિસ્તારમાં Jio GigaFiber માટે કંપનીએ તમામ વિસ્તારોમાં ઓપ્ટિકલ ફાઈબર ફેલાવવું પડે તેમ છે.

Jio Preview ઓફરના પગલે માત્ર પસંદગીના યુઝર્સ Jio GigaFiber સેવાનો ઉપયોગ કરી રહ્યા છે. આ સેવાનો લાભ લેવા માટે વન ટાઈમ રૂપિયા 4500નો રજીસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો પડે છે. જો કે એક વખત ટ્રાઈના આદેશ બાદ અન્ય યુઝર્સ પર આ સેવાનો લાભ લઈ શકશે અને તેમણે પ્લાનના પ્રમાણે રૂપિયા ચૂકવવા પડશે.