Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > સફળ ટેસ્ટિંગઃ રિલાયન્સ જિયો 5જી ટેક્નોલોજીમાં 1 GBPS સુધીની સ્પીડ આપશે

સફળ ટેસ્ટિંગઃ રિલાયન્સ જિયો 5જી ટેક્નોલોજીમાં 1 GBPS સુધીની સ્પીડ આપશે

0
346
  • રિલાયન્સ જિયોની ટેકનોલોજી સંપૂર્ણપણે સ્વદેશી હશે
  • રિલાયન્સ જિયોએ અમેરિકામાં 5જી ટેક્નોલોજીનું કર્યુ સફળ પરીક્ષણ
  • મોબાઇલ ઇન્ટરનેટની સ્પીડના નવા યુગમાં પ્રવેશ અપાવશે રિલાયન્સ

નવી દિલ્હીઃ આને કહેવાય કિસ્મતની બલિહારી. ભારતની કંપની રિલાયન્સ પાસે 5જી ટેક્નોલોજી (Reliance-jio-5g-technology) તૈયાર છે અને તેણે તેનું સફળ પરીક્ષણ કરી લીધું છે, તેની સામે ભારતમાં હાલમાં 5જી સ્પેક્ટ્રમ જ ઉપલબ્ધ નથી. આગામી વર્ષે સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવનારી છે.

રિલાયન્સ જિયોએ (Reliance Jio) અમેરિકામાં 5જી ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કર્યુ છે. કંપનીએ અમેરિકાની ટેકનોલોજી કંપની ક્વોલકોમ સાથે મળીને આ ટેકનોલોજીનું પરીક્ષણ કર્યુ છે. તેની વિશેષતા એ છે કે તેના લીધે યુઝર્સ 1 GBPS સુધીની સ્પીડનો (Reliance Jio-5G technology)આનંદ માણી શકશે.

આ પણ વાંચોઃ અમદાવાદથી મુંબઈ ફક્ત કલાકમાં અને તે પણ ફોર-વ્હીલર પર, હા નજીકના ભવિષ્યમાં શક્ય

રિલાયન્સ જિયોની ટેકનોલોજી સંપૂર્ણપણે સ્વદેશી હશે. જિયોએ સ્વદેશી 5જી રેન (રેડિયો એક્સેસ નેટવર્ક) તૈયાર કર્યુ છે, જે અલ્ટ્રા હાઇ સ્પીડ આઉટપુટ આપવા માટે પરફેક્ટ છે. આ પ્રોડક્ટનું અમેરિકામાં સફળ પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે. આમ 5જી સર્વિસ અમેરિકન ટેકનોલોજી અને ઇન્ડિયન ઇક્વિપમેન્ટની હશે.

રિલાયન્સના દમ પર ભારત એલિટ કન્ટ્રીમાં સામેલ

આ સફળ પરીક્ષણ પછી ભારત યુઝર્સને 1જીબીપીએસ સુધીની સ્પીડ (Reliance Jio-5G technology)ઉપલબ્ધ કરાવતા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે. હાલમાં અમેરિકા, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ અને જર્મની જેવા દેશો પોતાના 5જી કસ્ટમર્સને 1 GBPSની સ્પીડ પૂરી પાડે છે.

ત્રણ મહિના પહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સભામાં મુકેશ અંબાણીએ 5જી ટેકનોલોજીની(Reliance Jio-5G technology) જાહેરાત કરી હતી. સ્થાનિક સંસાધનોના આધારે વિકસાવાયેલી આ ટેકનોલોજી દેશને સોંપતા મુકેશ અંબાણીએ (Mukesh Ambani) જણાવ્યું હતું કે 5જી સ્પેકટ્રમ (Spectrum) ઉપલબ્ધ થતાં જ રિલાયન્સ જિયો 5જી ટેકનોલોજીના ટેસ્ટિંગ માટે તૈયાર છે. 5જીના સફળ ટેસ્ટિંગ પછી રિલાયન્સ તેની નિકાસ પર ધ્યાન આપશે.

આ પણ વાંચોઃ OnePlus 8T 5G ની માર્કેટમાં ધૂમ, 1 મિનટમાં 100 કરોડ રૂપિયાના સ્માર્ટફોન વેચાયા

ભારતમાં 5જી ટેકનોલોજીનું પરીક્ષણ કરવા માટેના સ્પેકટ્રમ ઉપલબ્ધ થઈ શક્યા નથી. અમેરિકામાં તો જિયોનું પરીક્ષણ સફળ રહ્યુ છે. ચીનની કંપની હુઆવી પર કેટલાય દેશોએ પ્રતિબંધ લગાવી દીધો હોવાથી રિલાયન્સ જિયો આ ચીની કંપનીનો વિકલ્પ બની શકે છે.

કંપનીના પ્રેસિડેન્ટ મેથ્યુ ઓમાને જણાવ્યું હતું કે રિલાયન્સ જિયો અને ક્વોલકોમ ભારતમાં (Reliance Jio-5G technology)5જી ટેકનોલોજી વહેલામાં વહેલી તકે ઉપલબ્ધ કરાવવા કામ કરી રહ્યા છે.

વિશ્વમાં પાંચ દેશો પાસે જ છે 5જી નેટવર્ક

હાલમાં વિશ્વમાં 5જી નેટવર્ક ધરાવતા(Reliance Jio-5G technology) દેશો ગણ્યાગાંઠ્યા છે. તેમા અમેરિકા, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ અને જર્મનીનો સમાવેશ થાય છે. ભારતમાં સરકારે હજી સુધી 5જીના સ્પેકટ્રમની હરાજી કરી નથી. ભારત 2021માં 5જી એરવેવ્સની હરાજી કરે તેમ મનાય છે. અંબાણીનું કહેવું છે કે જિયો તે જ વર્ષે તેનું 5જી નેટવર્ક તૈયાર કરી દેવા સક્ષમ છે.

આ પણ વાંચોઃ શું તમારે WhatsAppના ડિલીટ થયેલા મેસેજ વાંચવા છે? તો આ સ્ટેપ્સ કરો ફૉલો

તેમણે જુલાઈમાં વાર્ષિક સામાન્ય સભામાં જણાવ્યું હતું કે જિયો વિશ્વસ્તરનું 5જી સોલ્યુશન ધરાવે છે. આગામી વર્ષે તેની ગોઠવણી થઈ શકે છે. સ્પેકટ્રમ ઉપલબ્ધ થવાની સાથે 5જી પ્રોડક્ટ્સ પણ ટ્રાયલ માટે ઉપલબ્ધ થશે. બીજા ટેલિકોમ ઓપરેટરોની તુલનાએ જિયો 5જી સોલ્યુશન માટે તૈયાર હશે.

ભારતમાં સ્માર્ટફોન બ્રાન્ડ્સે 5જી રેડી (Reliance Jio-5G technology)ફોન લોન્ચ કરવા માંડ્યા છે. પણ મોટાભાગના 5જી સ્માર્ટફોન પ્રીમિયમથી અલ્ટ્રા-પ્રીમિયમ કેટેગરીમાં જ ઉપલબ્ધ છે. રિલાયન્સે એફોર્ડેબલ 4જી અને 5જી સ્માર્ટફોન બનાવવા ગૂગલ સાથે જોડાણ કર્યુ છે, જે એન્ડ્રોઇડ બેઝ પ્લેટફોર્મ પર પ્રોડક્ટ લોન્ચ કરશે.