Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > રિલાયન્સ-ફ્યૂચર ગ્રુપ વચ્ચેના 24,713 કરોડના સોદાને SEBIએ આપી મંજૂરી

રિલાયન્સ-ફ્યૂચર ગ્રુપ વચ્ચેના 24,713 કરોડના સોદાને SEBIએ આપી મંજૂરી

0
76

BSEએ પણ રિલાયન્સ-ફ્યૂચર ગ્રુપના આ સોદા પર મહોર મારી

નવી દિલ્હીઃ માર્કેટ રેગ્યૂલેટરી સેબી (SEBI)એ કિશોરી બિયાણીના ફ્યૂચર ગ્રુપ અને રિલાયન્સ રિટેઇલ વચ્ચે (Reliance FutureGroup Deal)ના રૂ.24,713 કરોડના સોદાને મંજૂરી આપી દીધી. સેબીએ 20 જાન્યુઆરીએ એક પત્ર જાહેર કરીને પોતાની સંમતિ દર્શાવી. આ સોદાને સેબીની મંજૂરી મળતા અમેઝોનને ફટકો પડશે.

ફ્યુચર ગ્રુપ અને રિલાયન્સ રિટેઇલના સોદાને સેબીએ મંજૂરી આપતા બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)એ પણ સોદાને મંજરી આપી દીધી હતી. BSEએ એવું પણ કહ્યું છે કે ફ્યૂચર-રિલાયન્સ ગ્રુપના આ સોદા પર સેબીની મંજૂરી કોર્ટમાં પેન્ડિંગ કેસના પરિણામ પર નિર્ભર કરશે.

આ પણ વાંચોઃ બાઈડેનના બૂસ્ટરથી ભારતીય શેર માર્કેટમાં દિવાળી, સેન્સેક્સ 50 હજારને પાર

ફ્યુચર ગ્રુપે સોદામાં શું વેચ્યું?

ઓગસ્ટ 2020માં કિશોરી બિયાણીએ રિલાયન્સ રિટેલની સાથે 24,713 કરોડ રૂપિયાની ડીલ કરી હતી. જેમાં મુજબ ફ્યૂચર ગ્રુપ પોતાનું રિટેઇલ, હોલસેલ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસ બિઝનેસ રિલાયન્સ રિટેલ વેન્ચર લિમિટેડને (Reliance FutureGroup Deal)વેચ્યું છે.

SEBIએ આ ડીલ પર સહમતિ તો દર્શાવી છે પરંતુ સાથોસાથ કમ્પોઝિટ સ્કીમ ઓફ અરેજમેન્ટની શરતો પૂરી કરવા માટે કહ્યું છે. માર્કેટ રેગ્યૂલેટરે અમેઝોનની ફરિયાદોની પણ નોંધ લીધી છે.

સેબીએ કહ્યું કે, કંપનીને એ પાકું કરવાનું રહેશે કે ડીલ હેઠળ જે કંપનીની ટ્રાન્સફર થનારી ઇક્વિટી લૉકઇનનો હિસ્સો છે તો તે ડીલ (Reliance FutureGroup Deal)બાદ પણ લૉકઇનમાં રહેશે.

આ પણ વાંચોઃ કોણ કહે છે… ડોકટર બનવા વય જરૂરીઃ 64 વર્ષની વયે MBBS કરે છે આ દાદા

રિલાયન્સે ઓગસ્ટ 2020માં સોદાની જાહેરાત કરી હતી Reliance FutureGroup Deal news

ઓગસ્ટ 2020માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબ્સિડિયરી કંપની રિલાયન્સ રિટેઇલ વેન્ચર્સે ફ્યૂચર ગ્રુપના રિટેલ અને હોલસેલ બિઝનેસ ઉપરાંત લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ બિઝનેસને 24,713 કરોડમાં ખરીદવાની જાહેરાત કરી હતી..

સેબીએ સોદાને મંજૂરી આપતા મૂકી શરતો

આ ડીલ (Reliance FutureGroup Deal)ને મંજૂરી આપતા સેબીએ રિલાયન્સને કમ્પોઝિટ સ્કીમ ઓફ એરેન્જમેન્ટ અનુસાર અનેક શરતો પણ મૂકી છે,

  • -પોતાની સંપત્તિઓને વેચનારી કંપનીને સેબીમાં કંપની કે પછી તેના પ્રમોટર્સની વિરુદ્ધ કોઈ પણ પેન્ડિંગ કાર્યવાહી નેશનલ કંપની ટ્રિબ્યૂનલની સામે સ્કીમ ડોક્યૂમેન્ટ ફાઇલ કરતી વખતે દર્શાવવી પડશે.
  • – અમેઝોન તરફથી કરવામાં આવેલી ફરિયાદો અને સુનાવણીઓ વિશે પણ તેના શેરહોલ્ડર્સને જાણ કરવાની રહેશે.
  • આ પણ વાંચોઃક્રેડિટ કાર્ડ પર વ્યાજ વિના રોકડ ઉપાડ! આ બેન્કે કરી ચોંકાવનારી ઓફર

  • https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9