અમેઝોનની ફ્યૂચર ગ્રુપ સાથે રિલાયન્સ-ફ્યૂચર ડીલને લઇ કાયદાકીય લડત ચાલી રહી હતી Reliance Future Group Deal SEBI
નવી દિલ્હી: સિક્ટોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)એ 20 જાન્યુઆરીએ ફ્યૂચર ગ્રુપ અને રિલાયન્સ રિટેલ વચ્ચે ડીલને લીલી ઝંડી આપી દીધી છે. સેબીના આ નિર્ણયને ઓનલાઇન રિટેલના વેપાર કરતી અમેઝોન માટે એક આંચકા તરીકે જોવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અમેઝોનની ફ્યૂચર ગ્રુપ સાથે આ ડીલને લઇ કાયદાકીય લડત ચાલી રહી હતી. Reliance Future Group Deal SEBI
અમેઝોને રિલાયન્સ-ફ્યૂચર ડીલને લઇ ફ્યૂચર ગ્રુપ પર સિંગાપુર ઇન્ટરનેશનલ આર્બિટ્રાજ સેન્ટરમાં કેસ દાખલ કર્યો હતો. ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં સિંગાપોર કોર્ટના વચગાળાના આદેશ પણ અમેઝોનના પક્ષમાં આવ્યો હતો. ત્યારના કોર્ટના આદેશ મુજબ ફ્યૂચર રિટેલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ડીલ પર રોક લગાવી હતી. Reliance Future Group Deal SEBI
અમેરિકાની ઈ-કોમર્સ કંપની અમેઝોને તેના ભારત સ્થિત પાર્ટનર ફ્યૂચર ગ્રુપને ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં કાયદાકીય નોટીસ મોકલી હતી અને આરોપ લગાવ્યો હતો કે ફ્યૂચર ગ્રુપને રિલાન્યસ સાથે ડીલ કરી કોન્ટ્રાક્ટની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. Reliance Future Group Deal SEBI
રિલાન્યસ-ફ્યૂચર ગ્રુપ ડીલથી અમેઝોનને થી શું તકલીફ છે?
ગત વર્ષે કિશોર બિયાનીના ફ્યૂચર રિટેલે ઈ-કોમર્સમાં વિશ્વભરમાં પ્રખ્યાત કંપની અમેઝોન સાથે એક ડીલ કરી હતી. આ ડીલ મુજબ અમેઝોને ફ્યૂચર રિટેલની પ્રમોટર કંપની ફ્યૂચર કૂપન્સમાં 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો. અમેઝોન અને ફ્યૂચર ગ્રુપ વચ્ચે આ ડીલ અંદાજે 2000 કરોડ રૂપિયામાં થઇ હતી. આ ડીલ હેઠળ એ પણ નક્કી થયુ હતુ કે ફ્યૂચર રિટેલ તેના પ્રોડક્ટ અમેઝોનના ઓનલાઇન માર્કેટ પ્લેસ પર વેચી શકશે. Reliance Future Group Deal SEBI
શેર હોલ્ડર એગ્રીમેન્ટ હેઠળ અમેઝોનને કોલ ઓપ્શન આપ્યો હતો, જેમાં કંપની પાસે વિકલ્પ હતો કે તે ફ્યૂચર રિટેલની પ્રમોટર શેરહોલ્ડિંગ પૂરી અથવા પછી તેનો કેટલાક ભાગ ખરીદી શકતો હતો. આ ત્રીજા અને 10મા વર્ષની વચ્ચે કરી શક્યુ હતુ. Reliance Future Group Deal SEBI
આ પણ વાંચો: AIMIMનું આખુ નામ પણ બોલી ન શકનારા કાબલીવાલા કેવી રીતે સંભાળશે ગુજરાત?
અમેઝોનનો શુ દાવો કર્યો?
અમેઝોનનું માનવુ છે કે રિલાન્યસ અને ફ્યૂચર ગ્રુપ વચ્ચે જે ડીલ થઇ છે, તેનાથી અમેઝોન અને ફ્યૂચર ગ્રુપ વચ્ચે થયેલી ડીલની શરતોનું ઉલ્લંઘન થયું છે. કંપનીનું માનવું છે કે રિલાયન્સ સાથે ડીલ કરતા પહેલા અમેઝોનને તેની જાણકારી આપવી જોઇતી હતી.