Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > રિલાયન્સે ખજાનો ખોલ્યો: ₹ 700માં મળશે Jio Gigafiber, વાર્ષિક પ્લાન પર 4K LED TV મફત

રિલાયન્સે ખજાનો ખોલ્યો: ₹ 700માં મળશે Jio Gigafiber, વાર્ષિક પ્લાન પર 4K LED TV મફત

0
8476

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની એન્યુઅલ જનરલ મિટિંગ (AGM) શરૂ થઈ ગઈ છે. માર્કેટ કેપિટલાઈઝેનને જાતે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આજની 42મી AGM પર રોકાણકારો નજર રાખીને બેઠા છે. આ મિટિંગમાં અનેક મોટી જાહેરાત થવાની આશા રાખવામાં આવી રહી છે.

આ બેઠકમાં ત્રણ મોટી જાહેરાતો થઈ શકે છે. જેમાં કંપની આજે પોતાની બ્રોડબેન્ડ સર્વિસ GigaFiberના કોમર્શિયલ લોન્ચની જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત કંપની નવા સ્માર્ટ ફિચર ફોન JioPhone 3ની પણ જાહેરાત કરી શકે છે. કંપનીના ગીગા ફાઈબરમાં બ્રોડબેન્ડ, લેન્ડલાઈન અને ટેલીવિઝનની સુવિધા એક સાથે મળી શકશે.

હાલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી AGMમાં સંબોધન આપી રહ્યા છે, તેમના સંબોધનની ખાસ વાતો…

→ રિલાયન્સ દેશની સૌથી મોટી એક્સપોર્ટર
→ Jioના અત્યાર સુધીમાં 34 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ
→ 2019માં કંપની સૌથી વધુ નફો કમાનારી કંપની
→ Jio દેશનું સૌથી મોટું મોબાઈલ નેટવર્ક બન્યું
→ રિલાયન્સ Jio વિશ્વની બીજી ટેલિકોમ ઓપરેટર બની
→ ગીગા ફાઈબરને લઈને મોટી જાહેરાત
→ Jio LoT પ્લેટફોર્મ 1 જાન્યુઆરી, 2020થી સમગ્ર દેશમાં
→ 1 વર્ષમાં ગીગા ફાઈબર ઘેર-ઘેર પહોંચશે
→ ગીગા ફાઈબર દેશમાં 2 કરોડ ઘરો સુધી પહોંચશે
→ તમામ કેબલ ઓપરેટર્સ સાથે પાર્ટનરશિપનું લક્ષ્ય
→ ગીગા ફાઈબર 50 લાખ ઘરો સુધી પહોંચી ચૂક્યું છે
→ Jio ફાઈબર માટે 5 કરોડ રજિસ્ટ્રેશન મળ્યાં
→ દર મહિને રિલાયન્સ Jioમાં 1 કરોડ ગ્રાહક જોડાઈ રહ્યાં છે
→ 1 કરોડ ઘરોને Jio ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT)થી કનેક્ટ કરવાનું લક્ષ્ય
→ 700 રૂપિયાથી શરૂ થશે Jio ગીગા ફાઈબરનો પ્લાન
→ Jio ગીગા ફાઈબર પર રિલીઝ થશે નવી ફિલ્મો
→ ગીગા ફાઈબર પર યુઝર્સ નવી ફિલ્મો ફર્સ્ટ ડે, ફર્સ્ટ શૉમાં જોઈ શકશે
→ Jio ફાઈબર પર વાર્ષિક વેલકમ ઓફર અંતર્ગત 4D/4K ટેલીવિઝન સેટ અને 4K સેટ અપ બોક્સ ફ્રી મળશે.
→ Jioનું મિક્સ રિયલ્ટી (MR) રજૂ કરવામાં આવી શકે છે, જેનું નામ Jio હોલોબોર્ડ હશે
→ રિલાયન્સ પોતાની 72 ચેનલો મારફતે 80 કરોડ દર્શકો સુધી પહોંચ્યું છે.
→ અમેરિકા અને કેનેડામાં 500 રૂપિયા મહિનાના પ્લાનથી અનલિમિટેડ કોલિંગ
→ બ્રોડબેન્ડના બેસિક પ્લાનમાં મળશે 100mbpsની સ્પીડ
→ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, શોપિંગ અને એજ્યુકેશન પર ફોક્સ
→ સેટટૉપ બોક્સમાં મળશે વર્ચુઅલ રિયલિટીનો સપોર્ટ, TV પર થશે શોપિંગ
→ સ્માર્ટ ટીવી પર મળશે વીડિયો કોલિંગની સુવિધા, મળશે 4K વીડિયો સપોર્ટ
→ બ્રોડબેન્ડ સાથે મળશે ફ્રી લેન્ડલાઈન ફોન

JioPhone 3
કંપની પોતાના સસ્તા 4G ફીચર ફોનની ત્રીજી આવૃતિ લોન્ચ કરી શકે છે. આ નવા ફિચર ફોનમાં તમને અનેક નવી સોશિયલ મીડિયા એપ્સનું એક્સેસ કરવા મળશે. આ નવા ફિચર ફોનને રૂપિયા 3,500ની કિંમત રેન્જમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

શું છે ગીગાફાઈબર?
આ બ્રોડબેન્ડ સર્વિસમાં ત્રણ પ્લાન રજૂ કરવામાં આવી શકે છે. Jio ગીગાફાઈબર એક હાઈસ્પીડ ઇન્ટરનેટ સર્વિસ છે, જેના દ્વારા ઇન્ટરનેટ ઉપરાંત તમે કોલિંગ, ટીવી, DTHની સુવિધા પણ મેળવી શકાય છે. જિયો ફાઈબર એક કનેક્શન પર એકસાથે 40 ડિવાઇસ કનેક્ટ થઇ શકે છે. ટ્રાયલ દરમિયાન ગ્રાહકોને 100 mbpsની ઝડપે ડેટા આપવામાં આવતો હતો. તેના માટે કંપની રૂ.4500 સિક્યુરિટી માટે લેવામાં આવતી હતી. આ પ્લાનમાં યુઝર્સને ઈન્ટરનેટ કનેક્ટિવીટી સાથે IPTV ઉપરાંત કમ્પ્લીટ સ્માર્ટ હોમ સર્વિસની સુવિધા મળી શકે છે.

CM કમલનાથના ભાણિયા રતુલ પુરી વિરૂદ્ધ કાર્યવાહી, કરોડોની સંપત્તિ જપ્ત