Gujarat Exclusive > યુથ > મનોરંજન > Kangana અને તેની બહેન સામે કોમી વેર ફેલાવવાના આરોપમાં FIR દાખલ

Kangana અને તેની બહેન સામે કોમી વેર ફેલાવવાના આરોપમાં FIR દાખલ

0
112
  • કાસ્ટિંગ ડાયરેક્ટરની અરજી, બાંદ્રો કોર્ટના આદેશ બાદ પોલીસનું પગલું
  • કર્ણાટક બાદ મુંબઇમાં પણ અભિનેત્રી સામે કેસ થવાની લટકતી તલવાર

મુંબઇઃ લોકડાઉનમાં ફિલ્મો કરતા ભડકાઉ અને વાંધાજનક ટ્વીટને કારણે ચર્ચામાં રહેલી અભિનેત્રી કંગના રણૌત (Kangana ) અને તેની બહેન રંગોલી ચંડેલ સામે મુંબઇમાં પણ FIR નોંધાઇ. શનિવારે બાંદ્રાની કોર્ટે કંગના રણૌત સામે કોમી વૈમન્સ્ય ફેલાવવાના આરોપમાં પોલીસને FIR નોંધવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચોઃ Tanishq વિવાદ વચ્ચે ઝીશાન ઐય્યુબની પત્નીએ ખોળો ભરાવાનો પ્રસંગ શેર કર્યો

બોલીવૂડના કાસ્ટિંગ ડાયરેક્ટર સાહિલ અશરફ અલી સૈયદ અને ફિટનેસ ટ્રેનર મુન્ના વરાલીએ દાખલ કરેલી ફરિયાદને આધરે મેટ્રોપોલિટન જજ જયદેવ ઘુલેએ કંગના (Kangana )અને તેની બહેન રંગોલી ચંડેલ સામે એફઆઇઆર નોંધવાનો આદેશ જારે કર્યો ગતો.

Kangna ranaut

Kangna ranaut

મુન્ના વરાલી અને સાહિલ અલીએ બંને બહેનો સામે એડવોકેટ રવિશ જમીંદાર મારફત અરજી દાખલ કરી હતી.

IPCની વિવિધ કલમો હેઠળ કેસ ચલાવવા માગ

જેમાંભારતીય દંડ સંહિતા (IPC)ની વિવિધ કલમો 153A (વિવિધ ગ્રુપ વચ્ચે વેર ફેલાવવા), 295A (ઇરાદા અને દ્વેષપૂર્ણ રીતે કોઇ વર્ગના લોકોની તેમના ધર્મનું અપમાન કરી ધાર્મિક લાગણીઓ ભડકાવવા) અને 124A રાજદ્રોહ હેઠળ કેસ દાખલ કરવા ફરિયાદ કરાઇ હતી.

આ પણ વાંચોઃ Media સામે ખાનબંધુ, કરણ, દેવગણ સિહત બોલીવૂડ એકજૂથ

ત્યાર બાદ કોર્ટે કંગના (Kangana )સામે એફઆઇઆર દાખલ કરાવો આદેશ આપ્યો હતો.

જેને પગલે મુંબઇ પોલીસે ફરિયાદીઓએ કરેલી ઉકત કલમોની માગ હેઠળ કંગના અને રંગોલી સામે FIR દાખલ કરી હતી. આ અંગે મુન્નવરઅલી સૈયદના વકીલે જણાવ્યું કે છેલ્લા બે મહિનાથી કંગના તેની ટ્વીટ્સ અને ટીવી ઇન્ટરવ્યૂઝમાં બોલીવૂડને બદનામ કરી રહી હતી. તેના આરોપ હેઠળ તેની સામે ફરિયાદ કરવામાં આવી છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે કંગના રણૌત (Kangana )એ તેની ટ્વીટ દ્વારા બોલીવૂડમાં હિન્દુ-મુસ્લિમ સમુદાયમાં વૈમનસ્ય ફેલાવવાના પ્રયત્ન કરે છે. તેના નિવેદનો અને ટ્વીટને કારણે બંને સમુદાયના લોકોમાં નફરત વધે છે.
કંગના સતત બોલીવૂડને બદનામ કરવાની કોશીશ કરી રહી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી લઇ ટીવી સુધી, કંગના (Kangana )દરેક ક્ષેત્રે બોલીવૂડ વિરુદ્ધ નિવેદનો કરી રહી છે. તે સતત બોલીવૂડને નેપોટિઝ્મ અને ફેવરેટિઝ્મનો અડ્ડો ગણાવી રહી છે. તેના કારણે બોલીવૂડમાં છેલ્લા ઘણા સમયથી કામ કરવાનું મુશ્કેલ થઇ રહ્યું છે.

કોર્ટમાં કંગનાની કઇ ટ્વીટ રજૂ કરાઇ

  • -સુશાંત સિંહ રાજપુત કેસમાં કંગનાએ કરેલી ટ્વીટ્સ
  • -પાલઘરમાં સાધુઓની હત્યા બાદ કરાયેલી ટ્વીટ
  • -મુંબઇને POK સાથે સરખાવતી ટ્વીટ્સ

આ ઉપરાંત તાજેતરમાં કંગના (Kangana )એ તનિષ્કની એડ સામે પણ વાંધાજનક ટ્વીટ કરી હતી.

આ પણ વાંચોઃ વિકૃતિની હદ થઇ ગઇઃ CSK હારતા Dhoniની પુત્રી જીવા પર રેપની ધમકી

Kangana  સામે કર્ણાટકમાં FIR દાખલ

અગાઉ કંગના સામે 13 ઓક્ટોબરને કર્ણાટક પોલીસે કેસ નોંધ્યો. કંગનાએ કેન્દ્ર સરકારના કૃષિ બિલ અંગે વાંધાજનક ટ્વીટ કરી હતી. જેને પગલે કોર્ટે આદેશ કરતા તુમાકુરુ પોલીસે FIR દાખલ કરી.

આ કેસમાં એડવોકેટ રમેશ નાઇકે ફરિયાદ કરી હતી કે કંગનાએ 21 સપ્ટેમ્બરે પોતાની ટ્વીટમાં સીએએનો વિરોધ કરનારા લોકો કૃષિ કાયદાનો વિરોધ કરી દેશમાં આતંકનું વાતાવરણ ફેલાવવા માગતા હોવાનું જણાવ્યું હતું.

Kanganaની ધરપકડ થઇ શકે છે

અરજદારોએ સોશિયલ મીડિયા પર મૂકાયેલી કંગનાની અનેક ટ્વીટ પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરી છે. જેના આધારે કંગના સામે કલમ 156(3) હેઠળ એફઆઇઆ નોંધાઇ શકે છે. ત્યાર બાદ તેની પુછપરછ થશે. જો તેની સામે નક્કર પુરાવ મળશે તો તેની ધરપકડ પણ થઇ શકે છે.

કંગનાની બહેન રંગોલી એકાઉન્ટ સસ્પેન્ડ કરાયુ

kangana Rangoli

kangana Rangoli

કંગનાની જેમ તેની બહેન રંગોલી ચંડેલ પણ સોશિયલ મીડિયા પર બહુ એકટીવ હતી. પરંતુ તેણે 15 એપ્રિલે યુપીના મુરાબાદની એક ઘટના અંગે કરેલી ટ્વીટને પગલે તેનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયું છે. રંગોલીએ મુરાદાબાદની ઘટના અંગે ટ્વીટ કરી હતી કે,

“એક જમાતી કોરોનાથી મરી ગયો. જ્યારે ડોક્ટર તેના પરિવારની તપાસ કરવા પહોંચ્યા તો તેમના પર હુમલો કરી દેવાયો અને જીવ લઇ લીધો. આ મુલ્લા અને સેક્યુલર મીડિયાને લાઇનમાં ઊભા રાખી ગોળી મારી દેવી જોઇએ.”

આ પણ વાંચોઃ કર્ણાટક કોર્ટનો પોલીસને આદેશ, કંગના રનૌત વિરુદ્ધ FIR દાખલ કરો

ત્યાર બાદ રંગોલી સામે સોશિયલ મીડિયા પર કડક કાર્યવાહીની માગ ઊઠી હતી. તેની સામે યુપીની યોગી સરકારે ભલે કોઇ કાર્યવાહી ન કરી પરંતુ ટ્વીટરને વાતને ગંભીરતાથી તેનું એકાઉન્ટ સસ્પેન્ડ જરુર કરી દીધું.