Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > આ ડાયટ પ્લાનથી ઘટાડી દો સડસડાટ તમારું વજન, અને બોડીને બનાવો સ્લિમ એન્ડ ફિટ

આ ડાયટ પ્લાનથી ઘટાડી દો સડસડાટ તમારું વજન, અને બોડીને બનાવો સ્લિમ એન્ડ ફિટ

0
481

આજકાલ વજન ઉતારવા માટે અનેક લોકો ખૂબ જ પ્રયાસ કરતા હોય છે. વજન વધી જલદી જાય છે પરંતુ તેને ઉતારવુ ખૂબ જ અઘરુ કામ છે. ઘણા લોકો વજન ઉતારવા માટે અનેક પ્રકારના ડાયટ પ્લાનને ફોલો કરતા હોય છે. વજન ઉતારવા માટે માત્ર એક્સેસાઇઝ નહિં પરંતુ તેની પાછળ ખોરાકનુ પણ મહત્વ ખૂબ રહેલુ હોય છે. જો તમે દિવસમાં 5-6 કલાક કસરત વજન ઉતારવા માટે કરો છો અને ખાવા પર ધ્યાન આપતા નથી તો તમારું વજન ઉતરવાની જગ્યાએ વધી જાય છે.

આજકાલ અનેક લોકો સવારમાં ગાર્ડનમાં ચાલવા જતા હોય છે અને પછી ગાર્ડનની બહાર આવીને કોઇ જ્યૂસ કે જંક ફૂડ ખાતા હોય છે. જો તમે પણ આમાંના એક છો તો તમારે પણ આ વસ્તુ આજથી જ બંધ કરી દેવી જોઇએ. તમને જણાવી દઇએ કે જો તમે વધુ પ્રમાણમાં જંક ફૂડ ખાવો છો તો તેનાથી તમારા શરીરની ચરબી વધી જાય છે અને સાથે જ અનેક બીમારીઓનો ભોગ બનવુ પડે છે. જો તમે વજન ઉતારવા માટે મેડિટેરિનિયન વેટ લોસ ડાયટને ફોલો કરો છો તો તમારું વજન ખૂબ જ ઝડપથી ઉતરવા લાગશે અને સાથે જ તમારા બ્લડ પ્રેશરને ઓછુ કરશે અને હાડકાને પણ મજબૂત બનાવશે.

એક અભ્યાસ અનુસાર મેડિટેરિનિયન વેટ લોસ ડાયટ મહિલાઓને ખૂબ જ ઉપયોગી થાય છે. પોસ્ટ મેનોપોઝ પછી સ્ત્રીઓને ઓસ્ટિયોપોરોસિસની જે તકલીફ થાય છે તેને દૂર કરવામાં આ ડાયટ ખૂબ જ મહત્વનુ બની રહે છે. આ ડાયટથી શરીરના હાડકા મજબૂત થાય છે અને તમે અનેક ઘણી બીમારીઓથી બચી શકો છો. આ સિવાય રિસર્ચમાં એ પણ જાણવા મળ્યુ છે કે, મેડિટેરિનિયન ડાયટ તમારા હાર્ટને સ્વસ્થ રાખે છે અને સાથે તમારા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરીને ડાયબિટીસને ઓછુ કરવામાં મદદ કરે છે. તો જાણી લો તમે પણ મેડિટેરિનિયન ડાયટ શું છે અને તે કેવી રીતે શરીરમાં કામ કરે છે.

શું છે મેડિટેરિનિયન ડાયટ

મેડિટેરિનિયન ડાયટમાં ઘણા ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે જેમાં ખાસ કરીને ફળો, લીલી શાકભાજી, અનાજ, બટાકા, બ્રેડ, બિન્સ, નટ્સ, ઓલિવ ઓઇલ, માછલી, ડેરી ઉત્પાદકો, માંસ અને સેચ્યુરેટેડ ફેટ મુખ્યત્વે છે. આ પ્રકારના ખાદ્ય પદાર્થો હાડકાઓને મજબૂત કરવામાં મદદ કરે છે.

મેડિટેરિનિયન ડાયટ ફોલો કરો છો તો એવુ નથી કે, સવારે તમે જીમમાં જાવો એક્સેસાઇઝ કરો અને પછી આખો દિવસ ઓફિસમાં બેસીને કામ કરો. જો તમે આ ડાયટને રેગ્યુલરલી ફોલો કરશો તો તમારે શારિરિક કસરતની સાથે ખાવાની વસ્તુઓ પર પણ પૂરતુ ધ્યાન આપવુ પડશે.

કેવી રીતે કામ કરે છે મેડિટેરિનિયન ડાયટ

મેડિટેરિનિયન ડાયટમાં કોલેસ્ટ્રોલનુ પ્રમાણ ઓછુ હોય છે જે કારણોસર વજન ખૂબ જ ઝડપથી ઉતરે છે. આ સિવાય મેડિટેરિનિયન ડાયટમાં સારા એવા પ્રમાણમાં ફાયબર, એન્ટી ઓક્સિડન્ટ, વિટામીન્સ અને મિનરલ્સ હોય છે. ફાયબર તેમજ વિટામીન્સને કારણે આ ડાયટ તમારા શરીરને મજબૂત કરવાનુ કામ પણ કરે છે. મેડિટેરિનિયન ડાયટમાં ઓલિવ ઓઇલનુ પ્રમાણ સારુ હોવાથી તે હાર્ટને લગતી અનેક બીમારીઓથી બચાવે છે. આ સાથે જ આ ડાયટ પ્લાનમાં દૂધ અને દહીંનો સમાવેશ થાય છે જેથી કરીને તમને સંપૂર્ણ રીતે કેલ્શિયમ મળી રહે છે અને તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી થાય છે અને તમારુ વજન ફટાફટ ઉતરવા લાગે છે. તમને જણાવી દઇએ કે, વજન ઘટાડવા માટેનું શ્રેષ્ઠ અને સરળતાથી ઉપલબ્ધ સુપરફૂડ એટલે સંતરા. સંતરામાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેથી આ ફળ શરીરમાં રહેલા કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં બહુ બહોળો ફાળો આપે છે. સંતરાથી કોલેસ્ટ્રોલ ઓછું થવાની સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ વધે છે, ત્વચા ચમકતી દમકતી રહે છે. વળી તેમાં સાકરની માત્ર ઘણી ઓછી હોય છે તેથી તે ખાવાથી શુગરનો પણ કોઇ પ્રોબ્લેમ રહેતો નથી.

સ્ત્રીઓને સેક્સ દરમિયાન એક કરતા વધુ વખત ચરમ સીમાનો અનુભવ: સર્વે