Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > Redmiનો 20X ફોન વિશ્વનો સૌથી સસ્તો 5G મોબાઇલ હોવાનો દાવો

Redmiનો 20X ફોન વિશ્વનો સૌથી સસ્તો 5G મોબાઇલ હોવાનો દાવો

0
51

હાલ સૌથી સસ્તો 5જી મોબાઇલ રિયલમીનો V11 છે, જેની કિંમત રુ.13500

નવી દિલ્હીઃ મોબાઇલના યુગમાં હવે 5G પણ આવવાની તૈયારી થઇ ગઇ. ત્યારે રેડમીએ પોતાનો  (Redmi 20X) વિશ્વનો સૌથી સસ્તો મોબાઇલ હોવાના દાવો કર્યો છે. અત્યારે માર્કેટમાં રિયલમીનો 5જી ફોન V 11 છે. ચીનમાં ઉપલબ્ધ આ ફોનની કિંમત 1199 યુઆન (આશરે 13,500 રુપિયા) છે. રેડમીનો 5જી તેના કરતા પણ સસ્તો હશે. જો કે તે ભારતમાં ક્યારે લોન્ચ થશે, તેની કોઇ વિગત નથી.

કંપનીના પોસ્ટરમાં અપાયેલી માહિતી મુજબ Redmi 20x ફોનની કિંમત 999 યુઆન (આશરે 11,200 રુપિયા) હશે. તેથી તે વિશ્વનો સૌથી સસ્તો મોબાઇલ ફોન બની જશે.

આ પણ વાંચોઃ ટ્રાફિક ઇ-કોર્ટનો પ્રારંભઃ હવેથી ટ્રાફિકના મેમો ભરવા કોર્ટમાં જવાથી મુક્તિ મળશે

Redmiનો 20xનું સ્પેશિફેકેશન

રેડમી 20 એક્સ( Redmi 20X)એક રેડી સ્માર્ટફોન હશે. તેમાં 90hzનું રિફ્રેશ રેટ મળશે. સાથે જે તેમાં 4500 MaHની બેટરી આપવામાં આવશે. પોસ્ટરની માહિતી મુજબ તેમાં 4 જીબી રેમ અને 128 જીબીનું સ્ટોરેજ મળશે. અત્યારે આ ફોન પણ રિયલમીની જેમ ચીનમાં લોન્ચ કરાશે. જો કે ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં આ ફોન ક્યારે લોન્ચ કરાશે તેવી વિગત આપવામાં આવી નથી.

હાલ ચીનમાં 5જી નેટવર્ક

નોંધનીય છે કે ચીનમાં 5જી નેટવર્ક લગભગ સ્થપાઇ ગયું છે. તેથી સૌથી પહેલાં 5જી ફોન ત્યાં લોન્ચ કરવામાં આવી રહ્યા છે. ભારતમાં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી ટુંકમાં 5જી સુવિધા શરુ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ તેના સમય અંગે કોઇ જાણકારી મળી નથી. તેથી ભારતમાં 5જી ફોન આવતા હજુ વાર લાગી શકે છે. પરંતુ તેની શરુઆત બાદ મોબાઇલ યુઝર્સને બહુ લાભ મળશે.

આ પણ વાંચોઃ  રિઝર્વેશન વગર પણ કરી શકશો મુસાફરી, 5 એપ્રિલથી ચાલુ થઇ રહી છે 71 ટ્રેન

Realme V11ની ખાસિયતો

અત્યાર વિશ્વનો સૌથી સસ્તા 5જી ફોન રિયલમી વી11ની ખાસિયતો જોવા જઇએ તો, તેમાં 6.5 ઇંચનું HD ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. જેનો ઓસ્પેક્ટ રેશિયો 20:9નો છે. આ ડિસ્પ્લે 60 Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 700 ચિપસેટ આપવામાં આવ્યું છે. જે Mali G57 GPUની સાથે આવે છે. સાથે જ તેમાં 4જીબી રેમ અને 128જીબીનું ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat