Gujarat Exclusive > દેશ-વિદેશ > 1 અબજ ભારતીય થઇ શકે છે કોરોના સંક્રમિત, નીતિ આયોગની ચેતાવણી

1 અબજ ભારતીય થઇ શકે છે કોરોના સંક્રમિત, નીતિ આયોગની ચેતાવણી

0
258
  • દેશમાં 80-85 ટકા લોકો એવાં કે જે સરળતાથી કોરોનાની ઝપેટમાં આવી શકે છે : ડૉ. વી કે પૉલ
  • તેજીથી વધી રહેલા મામલાઓની વચ્ચે પણ હાલમાં દેશમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં : ડૉ. વી કે પૉલ
  • માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગથી આ મહામારીને નિયંત્રિત કરી શકાય : ડૉક્ટર પોલ

નવી દિલ્હી : ભારતમાં કોરોના (red alert corona news) વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા સતત વધતી જઇ રહી છે. નીતિ આયોગના સભ્ય ડૉક્ટર વી.કે પૉલનું કહેવું છે કે, “જો લોકોએ સાવધાની નહીં રાખી તો ભારતની અંદાજે 85 ટકા વસ્તી એટલે કે 1 અબજ નજીકની વસ્તી કોરોનાથી સંક્રમિત થઇ શકે છે.”

ડૉક્ટર પૉલે જણાવ્યું કે, લોકોને હવે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું સખ્તાઇથી પાલન કરવું પડશે. તેમણે જણાવ્યું કે, “દેશમાં લગભગ 80-85 ટકા લોકો એવાં છે કે જે સરળતાથી કોરોના વાયરસની ઝપેટમાં આવી શકે છે. દેશમાં COVID-19 ના કેસો સતત વધી રહ્યાં છે અને વાયરસ ખૂબ જ તેજીથી ફેલાઇ રહ્યો છે.”

ડૉક્ટર પૉલે જણાવ્યું કે, “વાયરસની પાછળનું વિજ્ઞાન એ છે કે આ એક વ્યક્તિથી પાંચ વ્યક્તિઓમાં અને પાંચ વ્યક્તિઓમાંથી પચાસ લોકોમાં ફેલાઇ જશે.” તેઓએ જણાવ્યું કે, તેજીથી વધી રહેલા મામલાઓની વચ્ચે પણ હાલમાં દેશમાં કોરોના (red alert corona news) ની સ્થિતિ નિયંત્રણમાં છે.

આ પણ વાંચો: ડ્રગ્સ કનેક્શન : 50 સેલિબ્રિટીઝ NCBની રડાર પર, પ્રોડ્યુસર-ડાયરેક્ટરોના નામ શામેલ

ડૉક્ટર પોલે જણાવ્યું કે, “કોઇ પણ વાયરસ (red alert corona news) ને રોકી નહીં શકે, પરંતુ આપણે નિશ્ચિત રૂપથી કેટલાંક નિયમોનું પાલન કરી તેની પર નિયંત્રણ મેળવી શકીએ. એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગથી આ મહામારીને નિયંત્રિત કરી શકાય છે.”

જ્યારે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR) ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 80-85 ટકા ભારતીય અતિસંવેદનશીલ શ્રેણીમાં છે અને બાકીના 15 ટકા લોકો અથવા તો પહેલેથી જ કોરોના સંક્રમિત થઇ ચૂક્યાં છે અથવા તો પછી તેમાં વાયરસ સામે લડવા માટેની સારી ઇમ્યુનિટી છે.

થોડાંક દિવસો પહેલા સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે, “હર્ડ ઇમ્યુનિટી બનવામાં હજી કેટલોક સમય લાગશે. એટલાં માટે સરકારનું ધ્યાન આ મહામારીને રોકવા માટે હોસ્પિટલોની જોગવાઇ અને કન્ટેન્મેન્ટ માટે એક રણનીતિ બનાવવા પર છે. સરકારના જણાવ્યા અનુસાર, સેરો સર્વેમાં ખ્યાલ આવ્યો કે, વધારે આબાદી કોરોનાના ખતરાના દાયરામાં છે. ICMRના રાષ્ટ્રીય સેરોલૉજિકલ સર્વેના પરિણામો અનુસાર, વધારે આબાદી સંક્રમણ પ્રત્યે અતિસંવેદનશીલ છે એટલાં માટે સંક્રમણને રોકવા માટે ભારતને આવશ્યક રૂપથી એક સાર્વજનિક સ્વાસ્થ્ય રણનીતિ બનાવવી પડશે.

આ પણ વાંચો:  ફિલ્મ પ્રોડ્યુસરે પગાર આપવાના બહાને આસિસ્ટન્ટ પર આચર્યું દુષ્કર્મ