Gujarat Exclusive > ગુજરાત > TATA કેપીટલના રિકવરી કર્મચારીએ લોનધારકને ક્રિકેટ બેટથી મારમાર્યો

TATA કેપીટલના રિકવરી કર્મચારીએ લોનધારકને ક્રિકેટ બેટથી મારમાર્યો

0
315

અમદાવાદ: TATA કેપીટલના રિકવરી કર્મચારીએ જાહેરમાં લુખ્ખાગીરી કરી લોન ધારકને ક્રિકેટ બેટથી ફટકાર્યાની ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પર્સનલ લોનના હપ્તા ના ચૂકવી શકેલા લોનધારકને આરોપીએ બેરહમીથી મારમારતા પગમાં ઈજાઓ થઈ હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વેજલપુરના કૃષ્ણધામ આવાસ યોજના ફ્લેટમાં પરિવાર સાથે રહેતા જગદેવ રામસુંદર કોરી (ઉં,40) શીલજ ખાતે માર્કેટિંગ કંપનીમાં નોકરી કરે છે. જગદેવભાઈને પૈસાની જરૂર પડતા તેઓએ 2017ની સાલમાં TATA કેપીટલમાંથી પર્સનલ લોન લીધી હતી.

આ પણ વાંચો: આણંદ તારાપુરમાં જમીન હડપવા PIની ગુંડાગીરી: લુખ્ખાઓ જોડે મળી દુકાનો પર JCB ફેરવ્યું

જગદેવભાઈએ લોનના હપ્તા એક વર્ષ સુધી ભર્યા બાદ પૈસાની તકલીફ થતાં હપ્તા ભર્યા ન હતા. આ પૈસાની રિકવરી માટે TATA કેપીટલમાંથી સંજય દેસાઈ નામનો શખ્સ અવારનવાર ફોન કરતો હતો.

ગત તા 23-11-2020ના રોજ સંજય અને અજાણ્યો માણસ પૈસાની ઉઘરાણી માટે જગદેવભાઈને ત્યાં પહોંચ્યો હતો. જગદેવભાઈએ મારી પાસે પૈસાની વ્યવસ્થા નથી. મને થોડો સમય આપો હું સેટલમેન્ટ કરી તમારી લોન ભરી દઈશ. આથી સંજય ઉશ્કેરાયો અને અપશબ્દો બોલવા લાગ્યો હતો. સંજય અને તેની સાથેના માણસે જગદેવભાઈને મારમારી તેમના પૂત્રનું ક્રિકેટ બેટ લીધું હતું. બેટથી આરોપીએ મારમારતા જગદેવભાઈને બચાવવા તેમની પત્ની અને પુત્રી વચ્ચે પડ્યા હતા. આરોપીએ ધક્કો મારતા જગદેવભાઈ સીડી ઉપરથી પડી જતા પગમાં ઇજાઓ થઈ હતી.

આનંદનગર પોલીસે TATA કેપીટલના માણસ સંજય દેસાઈ સહિત બે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9