Gujarat Exclusive > દેશ-વિદેશ > મહારાષ્ટ્રમાં કોરોનાએ રેકોર્ડ તોડ્યો, એક જ દિવસમાં 552 કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં કોરોનાએ રેકોર્ડ તોડ્યો, એક જ દિવસમાં 552 કેસ નોંધાયા

0
666

મુંબઈ: સમગ્ર દેશ હાલ કોરોના વાઈરસ સામે જંગ લડી રહ્યું છે, પરંતુ આ જીવલેણ મહામારીએ મહારાષ્ટ્રને સૌથી વધુ અસર કરી છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકાં સૌથી વધુ પોઝિટિવ કેસો સામે આવ્યાં છે. મહારાષ્ટ્રના અલગ-અલગ ભાગોમાં છેલ્લા 24 કલાકમાં 552 નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવી ચૂક્યાં છે, જ્યારે આ દરમિયાન બીમારીના કારણે 12 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કારણે અત્યાર સુધીમાં કુલ 223 લોકો મોતને ભેટ્યા છે. જે સમગ્ર દેશમાં કોઈ એક રાજ્યમાં સૌથી વધુ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસો 4200 સુધી પહોંચી ચૂક્યાં છે. જ્યારે રાજ્યના પાટનગર મુંબઈમાં જ 2724 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે, જ્યારે 132 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે રાહતના સમાચાર એ પણ છે કે, રાજ્યમાં 507 જેટલા દર્દીઓએ કોરોનાને માત આપીને સ્વસ્થ થઈ ચૂક્યાં છે.

મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, કોરોના પોઝિટિવ કેસો સતત વધવાનું કારણ મોટી સંખ્યામાં લોકોનું કરવામાં આવી રહેલું ટેસ્ટિંગ છે.