Gujarat Exclusive > IPL 2020 > IPL 2020: કિંગ્સ ઈલેવન પંજાબના કારમા પરાજય પાછળના મુખ્ય 3 કારણો

IPL 2020: કિંગ્સ ઈલેવન પંજાબના કારમા પરાજય પાછળના મુખ્ય 3 કારણો

0
359

(IPL-2020 Highlights) દુબઈ: રોહિત શર્મા (Rohit Sharma) ની શાનદાર અડધી સદી, અંતિમ ઓવરોમાં કીરોન પૉલાર્ડની (Kieron Pollard) તોફાની બેટિંગ અને જસપ્રીત બુમરાહની ઘાતક બૉલિંગની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians) કિંગ્સ ઈલેવન પંજાબને (Kings XI Punjab) 48 રને પરાજય આપ્યો હતો.

મુંબઈની ટીમે પ્રથમ બેટિંગ કરતાં 4 વિકેટ ગુમાવીને 191 રન ફટકાર્યા હતા. જેનો જવાબ આપવા ઉતરેલી પંજાબની ટીમ 8 વિકેટ ગુમાવીને માત્ર 143 રન જ બનાવી શકી હતી.

ડેથ ઑવરોના માસ્ટર જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 2 મહત્વની વિકેટો ઝડપી હતી. મયંક અગ્રવાલ 18 બોલમાં 25 રન બનાવીને બુમરાહના હાથે આઉટ થયા હતા. કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન કેએલ રાહુલ પણ કંઈ ખાસ યોગદાન આપ્યા વિના 17 રનના સ્કોરે પેવેલિયન પરત ફર્યાં. તો ચાલો એક નજર નાંખીએ એવા કારણો પર જેના કારણે પંજાબની ટીમને આ મેચમાં પરાજયનો સ્વાદ ચાખવા મળ્યો…

ટૉસ જીતીને પહેલા ફીલ્ડિંગ કરવાનો નિર્ણય
UAEમાં રમાઈ રહેલી છેલ્લા કેટલીક મેચોના પરિણામો પર નજર નાંખીશું, તો ખ્યાલ આવશે કે ટૉસ જીતીને ફિલ્ડિંગ કરનાની ટીમોને હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ બેટિંગ કરવા પર કોઈ દબાણ ના હોવાના કારણે ખેલાડીઓ બિન્દાસ્ત રમી શકે છે.

આ સિવાય હવે UAEની પીચ પણ બીજી ટીમની બેટિંગ દરમિયાન ધીમી થતી જઈ રહી છે. એવામાં પાછળથી બેટિંગ કરવી મુશ્કેલ થઈ પડે છે.

આ પણ વાંચો: ગુજરાતની 5 લાખ મહિલાઓ હેન્ડ વૉશ કરીને સ્વચ્છતાનો લેશે સંકલ્પ

આખરી ઓવરમાં કૃષ્ણપ્પા ગૌતમની ધોલાઈ
કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી આખરી ઓવર કૃષ્ણપ્પ ગૌતમે નાંખી. જેને મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન કિરોન પોલાર્ડ અને હાર્દિક પંડ્યાએ ધોઈ નાંખી. પોલાર્ડે સતત 3 સિક્સર્સ ફટકારી, જ્યારે પંડ્યાએ પણ એક સિક્સર મારી હતી. આખરી ઓવરમાં 25 રન ફટકારીને મુંબઈની ટીમે પોતાનો સ્કોર 190 રનની પાર પહોંચી દીધો. પંજાબની ટીમને આજ આખરી ઓવર મોંઘી પડી અને ટીમ હારી ગઈ.

ટીમને પેવેલિયન પહોંચવાની ઉતાવળ!
પંજાબની ટીમના આધારભૂત બેટ્સમેન કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ બન્ને શ્રેષ્ઠ ફોર્મમાં છે, પરંતુ આ મેચમાં તેમના બેટમાંથી રન જ ના આવ્યા. જો કે શરૂઆત સારી રહી હતી. મયંકે જ્યાં 25 રનનું યોગદાન આપ્યું, જ્યારે કેએલ રાહુલે 17 રન ફટકાર્યા હતા. જે બાદ નિકોલસ પુરન સિવાય કિંગ્સ ઈલેવનનો કોઈ બેટ્સમેન્ટ ક્રીઝ પર વધુ સમય ટકી જ ના શક્યા અને પેવેલિયન પરત ફર્યા. ગ્લેન મેક્સવેલ અને જેમ્સ નીશમ જેવા ઑલરાઉન્ડનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું હતું.