Gujarat Exclusive > IPL 2020 > IPL 2020: RCBએ જીત સાથે કરી શરૂઆત, SRHને 10 રને હરાવી

IPL 2020: RCBએ જીત સાથે કરી શરૂઆત, SRHને 10 રને હરાવી

0
384

દેવદત્તે ડેબ્યૂ મેચમાં ફિફ્ટી ફટકારી

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની 13મી સિઝનની ત્રીજી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે દુબઈ ખાતે રમાઈ હતી. જેમાં RCBએ હૈદરાબાદને 10 રને હરાવી દીધી છે. RCBએ દેવદત્ત 56 અને એબી ડી વિલિયર્સના 51 રનની ઇનિંગ્સની મદદથી 20 ઓવર હૈદરાબાદને 164 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ સમગ્ર હૈદરાબાદની ટીમ 20 ઓવર પણ રમી શકી નહતી.

RCBના દેવદત્ત પડીક્કલે ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. 6 ઓવરમાં ટીમનો સ્કોર એક પણ વિકેટના નુકસાન વગર 53 રન હતો. દેવદત્તે તેની ડેબ્યૂ મેચમાં ફિફ્ટી ફટકારી હતી. તે શાનદાર રમત રમી 56 રને વિજય શંકરની બોલિંગમાં બોલ્ડ થયો હતો. ત્યાં જ 12મી ઓવરના પહેલા બોલે ફિન્ચ અભિષેક શર્માની બોલિંગમાં LBW થયો હતો. RCBનો કેપ્ટન વિરાટ કોહલી 14 રન કરીને આઉટ થઈ ગયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 5 વિકેટે 163 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને જીતવા માટે 164 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

આ પણ વાંચો: IPL: Kumbleની ભૂલને કારણે દિલ્હી સામે પંજાબ હાર્યું, ક્રિકેટ જગતમાં ચર્ચા

હૈદરાબાદની વાત કરીએ તો ડેવિડ વોર્નર સસ્તમાં આઉટ થયા પછી જોની બેયરસ્ટો અને મનીષ પાંડેએ ટીમનો સાથ આપ્યો હતો. પરંતુ મનીષ પાંડે અને જોની બેયરસ્ટોના આઉટ થયા પછી આખી ટીમ વિખેરાઇ ગઇ હતી. સનરાઇઝર્સના ઓપનર જોની બેયરસ્ટોએ તેની IPL કારકિર્દીની ચોથી અડધી સદી 37 બોલમાં ફટકારી હતી. હૈદરાબાદનો બેટ્સમેન મનીષ પાંડે 34 રન બનાવીને આરસીબી સ્પિનર યુઝવેન્દ્રનો શિકાર બન્યો હતો. યુઝવેન્દ્ર ચહલે એક ઓવરમાં બે વિકેટ ઝડપી હૈદરાબાદને બેકફૂટ પર લાવી દીધી હતી.

હૈદરાબાદની આખી ટીમ 20 પણ પૂરી રમી શકી નહતી. તે 19.4 ઓવરમાં જ 154 રન કરી ઓલઆઉટ થઇ ગઇ હતી.