Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > RCBVs KKR: બેંગ્લોરની હાર પર સહેવાગ- ’10 ખેલાડીઓ સાથે રમવાની કિંમત ચુકવી’

RCBVs KKR: બેંગ્લોરની હાર પર સહેવાગ- ’10 ખેલાડીઓ સાથે રમવાની કિંમત ચુકવી’

0
55

શારજાહ: 11 ઓક્ટોબરે રમાયેલી આઇપીએલની એલિમિનેટર મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (KKRVsRCB)ને 4 વિકેટથી હરાવી ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો.

બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા વિરાટ કોહલીની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 138 રન બનાવ્યા હતા અને કોલકાતાને જીત માટે 139 રનનો પડકાર આપ્યો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સે 19.4 ઓવરમાં આ પડકાર મેળવી લીધો હતો.

આ જીત બાદ કોલકાતા નાઇટ રાઇડર્સના ફેન્સ તો ખુશ છે પરંતુ વિરાટ કોહલી અને તેના ફેન્સ નારાજ છે. આ મેચ વિરાટ કોહલી માટે એટલા માટે મહત્વની હતી કારણ કે કેપ્ટન તરીકે આરસીબી માટે વિરાટ કોહલીની આ અંતિમ મેચ હતી અને 9 સીઝનની કેપ્ટન્સી બાદ પણ વિરાટ કોહલીની ટીમ આઇપીએલનો ખિતાબ અપાવવામાં નિષ્ફળ રહી છે.

આરસીબીના મેચ હાર્યા બાદ ક્રિકેટ એક્સપર્ટથી લઇને ફેન્સ સુધી બધા પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હાર બાદ કેટલાક લોકોએ વિરાટ કોહલીની પ્રશંસા કરી છે તો કેટલાક લોકોએ તેને મીમ દ્વારા ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે.

હાર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટ્વીટ કરતા કહ્યુ કે, અમે અંત સુધી લડ્યા અને ક્યારેય હાર નથી માની પરંતુ આ રાત અમારી નહતી. 12th મેન આર્મી (ફેન્સ) તરફથી આ સીઝનના સપોર્ટ માટે તેમનો આભાર. અમે આવતા વર્ષે ફરી પરત ફરીશુ અને આ પડકારપૂર્ણ જોશ સાથે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યાનું IPLમાં ખરાબ પ્રદર્શન, T-20 WCમાંથી થઇ શકે છે OUT

પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે લખ્યુ, બેંગ્લોર માટે અનુભવાય છે, વધુ રમત તે 10 ખેલાડીઓ સાથે રમ્યા અને આજે તેની કિંમત પણ ચુકવી છે. લકી ચાર્મ રમવુ છે તો કર્ણ શર્માથી સારૂ કોણ હોઇ શકે. ફેન્સે પણ સોશિયલ મીડિયા પર મીમ શેર કર્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat