Gujarat Exclusive > IPL 2020 > RCB vs KKR: કોલકાતાની બેંગ્લુરુ સામે સતત બીજી હાર

RCB vs KKR: કોલકાતાની બેંગ્લુરુ સામે સતત બીજી હાર

0
73

બેંગ્લુરુના બોલરોનો તરખાટ, કોલકાતાને 8 વિકેટે હરાવ્યું

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની સીઝન 13ની 39મી મેચ બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે રમાઇ (RCB vs KKR) હતી. જેમાં RCBએ KKRને 8 વિકેટ હરાવ્યું હતું. કોલકાતાનું પ્રદર્શન આજની મેચમાં ખૂબ જ સામાન્ય રહ્યું હતુ. તેણે RCBને માત્ર 85 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેને RCBએ બે વિકેટના નુકશાને 13.3 ઓવરમાં પ્રાપ્ત કરી લીધો હતો. આ સીઝનની ગત મેચમાં પણ RCBએ KKRને હરાવ્યું હતુ.

પ્રથમ ઇનિંગ

કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) બેટિંગ

કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને પાવર પ્લેમાં જ કોલકાતાએ 4 વિકેટ ગુમાવી દીધા હતી. KKRએ પાવર પ્લેમાં માત્ર 17 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 1, ત્રિપાઠી 1, નિતિશ રાણા 0 અને ટોમ બેંટને 10 રન બનાવી આઉટ થયા હતા. દિનેશ કાર્તિકે બેટિંગ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા માટે કેપ્ટનશીપ છોડી હતી. પરંતુ અત્યાર સુધી તેના બેટથી રન આવ્યા નથી. આજે પણ તે 14 બોલમાં 4 રન કરી આઉટ થયો હતો.

KKRને એક છેડે કેપ્ટન ઇઓન મોર્ગનનો સાથ મળ્યો હતો, પરંતુ બીજા છેડે ટીમના એક પણ પ્લેયરે તેનો સાથ આપ્યો ના હતો અને અંતે તે પણ 30 રન કરી આઉટ થયો હતો. તે સિવાય પેટ કમિન્સ 4, કુલદીપ યાદવ 12 અને લોકી ફર્ગ્યુસને 19 રન બનાવ્યા હતા. KKRએ 20 ઓવરમાં 8 વિકેટના નુકશાને 84 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: IPL 2020: CSKને વધુ એક ફટકો, ઈજાના કારણે ડ્વેન બ્રાવો ટૂર્નામેન્ટમાંથી ‘આઉટ’

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) બોલિંગ

છેલ્લી ઘણી સીઝનથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB)ને સારા બોલિંગ યુનિટની કમી વર્તાઇ રહી હતી. પરંતુ આ સીઝનમાં RCB પાસે સારી બોલિંગ યુનિટ છે અને અપેક્ષા મુજબ પ્રદર્શન પણ કરી રહી છે. કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની આજની મેચમાં RCBના બોલરોએ તરખાટ મચાવ્યો. મોહમ્મદ સિરાજે 4 ઓવરમાં માત્ર 8 રન આપી 3 વિકેટ ઝડપી હતી. તે સિવાય યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ ઝડપી હતી. જ્યારે નવદિપ સૈની અને વોશિંગ્ટન સુંદરે 1-1 વિકેટ ઝડપી અને કોલકાતાને 84 રને રોક્યો.

બીજી ઇનિંગ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) બેટિંગ

કોલકાતા નાઇટ રાઇડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને 85 રનનો લક્ષ્ય આપ્યો હતો. આ લક્ષ્યને RCBએ સફળતાપૂર્વક પ્રાપ્ત કરી લીધો હતો. RCBને એરોન ફિંચે અને દેવદત્ત પડ્ડીકલે સારી શરૂઆત અપાવી હતી. RCBએ એક પણ વિકેટ ગુમાવ્યા વગર પાવર પ્લેમાં 44 રન બનાવી દીધા હતા. RCBની પ્રથમ વિકેટ 46 રન પર પડી હતી. એરોન ફિંચ 16 રન કરી આઉટ થયો હતો. તે સિવાય દેવદત્ત પડ્ડીકલ 17 બોલમાં 25 રન કર્યા હતા. અંતે RCBને કેપ્ટન વિરાટ કોહલી અને ગુરકિરત માને જીત અપાવી હતી. RCBએ બે વિકેટ ગુમાવી 13.3 ઓવરમાં આ 85 રનનો લક્ષ્ય પ્રાપ્ત કર્યો હતો.

આ પણ વાંચો: DC vs KXIP: પંજાબની જીતની હૈટ્રીક, દિલ્હીને 5 વિકેટે હરાવ્યું

કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) બોલિંગ

કોલકાતા નાઇટ રાઇડર્સના બેટ્સમેનોએ તેમના બોલરોને 85 રન ડિફેન્ડ કરવા માટે આપ્યા હતા. KKRની બોલિંગ સામાન્ય રહી હતી. KKRના બોલરોએ RCBની માત્ર બે વિકેટ પાડવામાં સફળ રહ્યા હતા. લોકી ફર્ગ્યુસને એક વિકેટ લીધી જ્યારે એક રન આઉટ થયો હતો.