Gujarat Exclusive > આપણી જરૂરિયાત > કોરોના સંકટ સામે લડવા હેલ્થ સેક્ટર માટે RBIની 50 હજાર કરોડની મદદ

કોરોના સંકટ સામે લડવા હેલ્થ સેક્ટર માટે RBIની 50 હજાર કરોડની મદદ

0
63

નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે ભારતની કેન્દ્રીય બેન્ક આરબીઆઇએ નાના બિઝનેસમેન, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝેજ (SME)ને રાહત પહોચાડવાની જાહેરાત કરી છે. હવે નાના વેપારી પોતાના દેવાની ફરી એક વખત રીસ્ટ્રક્ચરિંગ કરી શકે છે અને પોતાના હપ્તાને ઘટાડી શકે છે. તેમની માટે મોરેટોરિયમનો સમય 2 વર્ષ સુધી વધારી શકાશે. આ સિવાય આરબીઆઇએ ફાર્મા સેક્ટરને મોટુ દેવુ આપવાની જાહેરાત કરી છે. સેન્ટ્રલ બેન્કે રાજ્યોને ઓવરડ્રાફ્ટિંગના નિયમોમાં છૂટ પણ આપી છે.

નાના વેપારીઓ માટે જાહેરાત

રિઝર્વ બેન્કે જાહેરાત કરી છે કે સ્મોલ ફાઇનાન્સ બેન્ક લોન્ગ ટર્મ રેપો ઓપરેશન હેઠળ 10 હજાર કરોડ રૂપિયાનું દેવુ આપી શકશે. આ ફંડનો ઉપયોગ બેન્ક 10 લાખ સુધીની લોન આપવામાં કરી શકે છે, માટે આ લિમિટને કારણે મોટાભાગના દેવા નાના વેપારીઓને મળી શકશે.

વ્યક્તિઓ અને SME પોતાના દેવાની 30 સપ્ટેમ્બર 2021ની પહેલ એક વખત રીસ્ટ્રક્ચરિંગ કરાવી શકે છે. પોતાના હપ્તા ઓછા અને ચુકવવાનો સમય વધારી શકે છે પરંતુ આ સુવિધા માત્ર તે વેપારીઓને મળશે જેમનું ટર્નઓવર 25 કરોડ રૂપિયા સુધી હશે. આ નિર્ણય નાના વેપારીઓને જ ફાયદો પહોચાડશે.

બેન્કો માટે જાહેરાત

નાના વેપારીઓ માટે રીસ્ટ્રક્ચરિંગ હેઠળ મોરેટોરિયમનો સમય વધુમાં વધુ 2 વર્ષ હશે. તેની માટે બેન્કોને બેડ લોન સાથે જોડાયેલા નિયમોમાં છૂટ આપવામાં આવી છે.

RBIએ બેન્કોને 1 ડિસેમ્બર 2021 સુધી લિમિટેડ KYC ઉપયોગ કરવાની મંજૂરી આપી છે.

રાજ્યો માટે ઓવરડ્રાફ્ટિંગમાં છૂટ

રાજ્ય સરકારોને રાહત પહોચાડવા માટે રિઝર્વ બેન્કે ઓવરડ્રાફ્ટિંગની લિમિટ 36 દિવસથી વધારીને 50 દિવસ કરી દીધી છે. બીજી તરફ સતત ઓવરડ્રાફ્ટિંગની લિમિટ વધારીને 21 દિવસ કરી દેવામાં આવી છે. આ સુવિધા દ્વારા રાજ્ય કેન્દ્રીય બેન્ક પાસેથી વધુ ફંડ ઉધાર લઇ શકશે.

આ સિવાય ગવર્નર શક્તિકાંત દાસે ફાર્મા સેક્ટર માટે મોટી જાહેરાત કરતા રેપો રેટ પર 50 હજાર કરોડ રૂપિયાનું દેવુ આપવાની જાહેરાત કરી છે.

ઇમરજન્સી હેલ્થ સેવા માટે રિઝર્વ બેન્ક 31 માર્ચ 2022 સુધી 50 હજાર કરોડનું દેવુ આપશે, આ દેવુ રેપો રેટના હિસાબથી આપવામાં આવશે. જેની હેઠળ બેન્ક વેક્સીન મેન્યુફેક્ચરર, સ્વાસ્થ્ય સુવિધાઓ, હોસ્પિટલ અને દર્દીઓને દેવુ આપી શકે છે.

બેન્ક બેલેન્સશીટમાં બની શકશે કોવિડ લોન બુક

રિઝર્વ બેન્કે જાહેરાત કરી છે કે બેન્કોને નબળા સેક્ટરને દેવુ આપવા માટે આરબીઆઇ સહયોગ આપશે. બેન્ક પોતાની બેલેન્સ શીટમાં કોવિડ લોન બુક બનાવશે. બેન્ક પોતાની કોવિડ બુકની બરાબર જ રકમ રિઝર્વ બેન્ક પાસે પાર્ક કરી શકે છે, જેના બદલે બેન્કોને રેપો રેટથી 40 બેસિસ પોઇન્ટ વધુ વ્યાજ મળશે.

આ પણ વાંચો: નેતાઓ પોતાની જવાબદારીઓની પણ જાહેરાત કરે છે

કોરોનાની બીજી લહેર માટે મોટા પગલાની જરૂર

રિઝર્વ બેન્કના ગવર્નરે કહ્યુ કે વિશ્વના બીજા દેશોના મુકાબલે ભારતની રિકવરી સારી રહી છે. કોરોનાની બીજી લહેરે ભારતની ઇકોનોમીને પ્રભાવિત કરી છે. બીજી લહેરના મુકાબલા માટે મોટા પગલા ભરવાની જરૂર છે. RBIની મોંઘવારી પર નજર છે. વિશ્વભરની સેન્ટ્રલ બેન્ક પગલા ભરી રહી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat