મુંબઇ: ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ મૉનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં લોકોની સુવિધાને ધ્યાનમાં રાખતા કેટલાક મોટા નિર્ણય કર્યા છે. જેમાંથી એક નિર્ણય પાયલોટ પ્રોજેક્ટ હેઠળ 12 શહેરોમાં QR કોડ આધારિત કૉઇન વેડિંગ મશીન લગાવવામાં આવશે, જે ATMમાં નોટની જેમ સિક્કા આપશે અને તેનાથી બજારમાં સિક્કાની કમી દૂર થશે.
Advertisement
Advertisement
કૉઇન વેડિંગ મશીન શું છે?
કૉઇન વેડિંગ મશીન એક ઓટોમેટિક મશીન છે, જે QR કોડ દ્વારા કામ કરશે. આ મશીનને યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) પેમેન્ટ સિસ્ટમ દ્વારા બેન્ક સાથે જોડવામાં આવશે અને આ ગ્રાહકોને QR કોડ સ્કેન કરવા પર તેમના બેન્ક ખાતામાં રહેલી રકમ અનુસાર મશીનમાંથી બેન્ક નોટની જગ્યાએ સિક્કા કાઢીને આપશે. આ પહેલા કૉઇન વેડિંગ મશીનમાં કેટલીક ખામી હતી અને તેને કારણે RBI હવે QR કોડ આધારિત કૉઇન વેડિંગ મશીન લઇને આવ્યું છે.
કેવી રીતે કામ કરશે મશીન?
આ મશીન સામાન્ય કૉઇન વેડિંગ મશીન જેમ હશે પરંતુ કેશ પર આધારિત પારંપરિક કૉઇન વેડિંગ મશીનની જેમ તેમાંથી સિક્કા લેવા માટે નોટની જરૂર નહી પડે. RBI અનુસાર, આ મશીન બેન્ક નોટોની જરૂરને ખતમ કરશે. QCVMનો QR કોડ સ્કેન કરીને કોઇ પણ ગ્રાહક UPI પેમેન્ટ દ્વારા આ સિક્કા કાઢી શકશે. આ મશીનમાં સિક્કાને પરત કરવાનો વિકલ્પ પણ હશે.
QCVMની જરૂર કેમ?
RBI અનુસાર, પારંપરિક કૉઇન વેડિંગ મશીનમાંથી સિક્કા કાઢવા માટે નકલી નોટોનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો જેને કારણે નોટની તુરંત તપાસ અને પ્રમાણીકરણની સમસ્યા આવતી હતી.
આ સમસ્યા સામે લડવા માટે QCVMને પાયલોટ પ્રોજેક્ટ હેઠળ લૉન્ચ કરવામાં આવી રહ્યો છે, જેનાથી સિક્કાના વિતરણ પ્રણાલીને ભાર મળશે અને સિક્કા માટે નોટો પર નિર્ભરતા પમ ઓછી થશે, જેનાથી નકલી નોટોના ચલણને રોકવામાં મદદ મળશે.
QCVMથી સિક્કાનું સમાન વિતરણ
RBIનું કહેવુ છે કે દેશમાં સિક્કાની આપૂર્તિ ઘણી વધારે છે પરંતુ તેનું વિતરણ સમાન રીતે થઇ શકતુ નહતુ. RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ, “સિક્કાને લઇને અમારી સામે સ્થિતિ એવી છે કે તેમનો વધારે પૂરવઠો હોવા છતા વિતરણ યોગ્ય રીતે થઇ રહ્યુ નથી અને લોકોના ખિસ્સામાં સિક્કા નથી. QCVM પ્રોજેક્ટ સિક્કાને તે જગ્યાએ ઉપલબ્ધ કરાવવામાં મદદ કરશે, જ્યા તેમની વધારે માંગ છે.
Advertisement