Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > RBIએ એક્સિસ બેન્કને ફટકાર્યો 25 લાખનો દંડ, જાણો કેમ

RBIએ એક્સિસ બેન્કને ફટકાર્યો 25 લાખનો દંડ, જાણો કેમ

0
168

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ખાનગી ક્ષેત્રની બેંક અગ્રણી બેન્ક એક્સિસ બેન્કને 25 લાખનો દંડ ફટકાર્યો છે. મળતી માહિતી અનુસાર એક્સિસ બેંકે KYC જોગવાઈની અવગણના કરી છે જેના કારણે સેન્ટ્રલ બેંકે આ દંડ ફટકાર્યો છે. રિઝર્વ બેંકનું KYC નિર્દેશ વર્ષ 2016માં આવ્યો હતો.

ફેબ્રુઆરી 2020 અને માર્ચ 2020 ની વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(RBI)એ એક્સિસ બેંકના કસ્ટમર એકાઉન્ટની તપાસ કરી જેમાં આ ભૂલ મળી છે. આરબીઆઈએ કહ્યું કે તેને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે એક્સિસ બેંક આ બાબતમાં નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં નિષ્ફળ રહી છે. આ અંગે પહેલા બેંકને નોટિસ પાઠવીને માહિતી માંગવામાં આવી હતી અને તેના જવાબને ધ્યાનમાં લીધા બાદ આરબીઆઈએ દંડ ફટકાર્યો છે.

આ અગાઉ રિઝર્વ બેંકે હિમાચલના સોલન સ્થિત ભગત અર્બન કો-ઓપરેટિવ બેંકને NPA વર્ગીકરણ સાથે સંબંધિત ધોરણો સહિતના અમુક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 15 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ઓગસ્ટમાં જ રિઝર્વ બેંકે ‘ડિપોઝિટર્સ એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ સ્કીમ’ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ધનલક્ષ્મી બેંક પર રૂ. 27.5 લાખનો દંડ ફટકાર્યો હતો.

આ સિવાય કેન્દ્રીય બેંકે ગોરખપુર સ્થિત મલ્ટી-સ્ટેટ પ્રાઇમરી કોઓપરેટિવ બેન્ક ઓફ નોર્થઇસ્ટ (NE) અને મિડલ ઇસ્ટર્ન (EC) રેલવે કર્મચારીઓને અમુક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat