નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ ફરી એક વખત આમ આદમીને ઝટકો આપ્યો છે. RBIએ રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટ અથવા 0.25 ટકાનો વધારો કર્યો છે. તે બાદ તમામ રીતની લોન મોંઘી થઇ જશે. દેશમાં મોંઘવારીના કાબુમાં આવ્યા બાદ પણ RBIએ દરોમાં વધારાનો નિર્ણય કર્યો છે.
Advertisement
Advertisement
દેશમાં મોંઘવારી દરનો આંકડો ઓછો થયા બાદ પણ રિઝર્વ બેન્કે સતત છઠ્ઠી વખત નીતિગત દર (Repo Rate)માં વધારાની જાહેરાત કરી છે. તે બાદ રેપો રેટ 6.25 % વધીને 6.50 % થઇ ગયુ છે. હોમ લોનથી લઇને ઓટો અને પર્સનલ લોન મોંઘી થશે અને તમારે વધારે EMI ચુકવવી પડશે. દેશનું બજેટ રજૂ કરવામાં આવ્યા બાદ RBIની એમપીસીની બેઠક હતી અને તેમાં ફરી આમ આદમીને ઝટકો આપ્યો છે.
RBI ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે ત્રણ દિવસની એમપીસીની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયની જાહેરાત કરી હતી. મહત્વપૂર્ણ છે કે એક્સપર્ટ્સ પહેલાથી રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટના વધારાની સંભાવના વ્યક્ત કરતા હતા. મહત્વપૂર્ણ છે કે આ પહેલા ડિસેમ્બર 2022માં મળેલી MPC બેઠકમાં વ્યાજ દરોને 5.90 %થી વધારીને 6.25 % કરવામાં આવ્યું હતું. RBIએ ગત વર્ષથી અત્યાર સુધી છ વખત રેપો રેટમાં વધારો કરતા કુલ 2.50%નો વધારો કર્યો છે.
એમપીસીની બેઠકમાં સામેલ છમાંથી 4 સભ્યોએ રેપો રેટમાં વધારાનું સમર્થન કર્યુ છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયની જાહેરાત કરવાની સાથે જ મોંઘવારીને લઇને પણ અનુમાન જાહેર કર્યુ છે, તેમણે કહ્યુ કે નાણાકીય વર્ષ 2024માં મોંઘવારી 4 ટકાથી વધુ રહી શકે છે અને નાણાકીય વર્ષ 2023-24માં રિયલ GDP 6.4 ટકા સુધી રહી શકે છે.
Advertisement