Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > શું માર્ચ બાદ બંધ થઈ જશે જૂની 100, 10 અને 5 રૂપિયાની નોટ? RBIએ જણાવ્યો પ્લાન

શું માર્ચ બાદ બંધ થઈ જશે જૂની 100, 10 અને 5 રૂપિયાની નોટ? RBIએ જણાવ્યો પ્લાન

0
409

નવી દિલ્હી: 100 રૂપિયા, 10 રૂપિયા અને 5 રૂપિયાની જૂની નોટોના ચલણને લઈને RBI તરફથી મહત્વની જાણકારી આપવામાં આવી છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના (Reserve Bank Of India) જણાવ્યા મુજબ, માર્ચ-એપ્રિલ બાદ આ તમામ જૂની નોટો ચલણથી (Old Indian Currency) બહાર થઈ જશે.

આ જાણકારી ખુદ RBIના જનરલ મેનેજર બી મહેશ તરફથી આપવામાં આવી છે. હકીકતમાં RBIએ જાણકારી આપી છે કે, તે હવે જૂની નોટોની (Old Indian Currency) સિરીઝને પરત લેવાની યોજના પર કામ કરી રહી છે.

બી મહેશના જણાવ્યા મુજબ, 100 રૂપિયા, 10 રૂપિયા અને 5 રૂપિયાની જૂની કરન્સી નોટ (Old Indian Currency) ચલણથી બહાર થઈ જશે, કારણ કે RBIની માર્ચ-એપ્રિલ સુધીમાં તેને પરત લેવાની યોજના છે. વાસ્તવમાં 100, 10 અને 5 રૂપિયાની જૂની નોટના બદલામાં નવી નોટો પહેલાથી જ સરક્યૂલેશનમાં આવી ચૂકી છે.

આ પણ વાંચો: આગથી સીરમ ઈન્સ્ટીટ્યૂટને ₹ 1000 કરોડનું નુક્સાન, ‘કોવિશીલ્ડ’ના ઉત્પાદન પર કોઈ અસર નહીં

100 રૂપિયાની નવી નોટોનું શું થશે?
ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank Of India) તરફથી 100 રૂપિયાની નવી નોટ વર્ષ 2019માં ઈસ્યૂ કરવામાં આવી હતી. નોટબંધી દરમિયાન જે પ્રકારે 500 અને 1000ની નોટો બંધ કરવાથી અફરાતફરી મચી હતી. આથી હવે RBI અચાનક કોઈ પણ જૂની નોટ બંધ (Old Indian Currency) કરવા નથી માંગતી. આથી પહેલા બજારમાં જે-તે મૂલ્યની નવી નોટો સર્ક્યૂલેશનમાં લાવવામાં આવે છે. જે ચલણમાં પૂરી રીતે આવ્યા બાદ જૂની નોટોને ચલણથી દૂર કરવામાં આવી રહી છે.

RBI 10 રૂપિયાની સિક્કાનું શું કરશે?
વાસ્તવમાં 10 રૂપિયાના સિક્કાને લઈને માર્કેટમાં અનેક પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. એવા સિક્કા જેના પર રૂપિયાનો સિમ્બોલ નથી તેને અનેક વેપારીઓ કે નાના દુકાનદારો લેવાનો ઈન્કાર કરી રહ્યા છે. જેના પર RBI તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ બેંક માટે સમસ્યાનો વિષય છે. આથી બેંક સમયાંતરે આ પ્રકારની અફવાઓથી બચવાની સલાહ આપતી રહે છે.

કેવી રીતે ચલણથી બહાર થશે જૂની નોટો?
રિઝર્વ બેંકે (Reserve Bank Of India) 2019માં જ્યારે 100 રૂપિયાની નોટ બહાર પાડી ત્યારે જ સ્પષ્ટ કરી દીધુ હતું કે, પહેલા ઈસ્યૂ કરવામાં આવેલી તમામ જૂની 100 રૂપિયાની નોટ ચલણમાં રહેશે જ. આ સિવાય 8 નવેમ્બર 2016ના નોટબંધી બાદ 2000 રૂપિયા ઉપરાંત 200 રૂપિયાની નવી નોટ પણ ઈસ્યૂ કરવામાં આવી હતી.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9