દેશની કરન્સી આ સમયે ચર્ચાનો વિષય બનેલી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને માંગ કરી છે કે અર્થવ્યવસ્થા સુધારવા માટે કરન્સી નોટ પર ગણેશ-લક્ષ્મીની તસવીર છાપવી જોઇએ. તે પછી નોટ પર બાબા સાહેબ આંબેડકર અને શિવાજીની તસવીર છાપવાની પણ માંગ ઉઠવા લાગી છે. ભારત સરકાર દ્વારા જાહેર નોટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને બીજી તરફ કોઇ એક ઐતિહાસિક સ્મારકની તસવીર છાપવામાં આવે છે. 2 હજારની નવી નોટ પર મંગલયાનની તસવીર છપાય છે.
Advertisement
Advertisement
RBIએ છાપી હતી 10 હજારની નોટ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા અત્યાર સુધી છાપવામાં આવેલી સૌથી વધુ કિંમતની નોટ 10,000 રૂપિયાની હતી. આ નોટ 1938માં છાપવામાં આવી હતી પણ તેને જાન્યુઆરી 1946માં ડીમોનેટાઇઝ કરી દેવામાં આવી હતી. 10,000ની નોટ ફરીથી 1954માં છાપવામાં આવી પણ 1978માં તેને ફરી ડીમોનેટાઇઝ કરી દેવામાં આવી હતી.
બેંકનોટની પેનલમાં કેટલી ભાષા દેખાય છે?
બેંક નોટની ભાષા પેનલમાં 15 ભાષા દેખાય છે. આ સિવાય નોટના કેન્દ્રમાં મુખ્ય રીતે હિન્દી અને બેંક નોટની પાછળ અંગ્રેજીમાં લખવામાં આવે છે. નોટની કિંમતને 15 ભારતીય ભાષામાં લખવામાં આવે છે.
શું એક જ સીરિયલ નંબરની 2 નોટ શક્ય છે?
એક જ સીરિયલ નંબર ધરાવતી બે અથવા બેથી વધારે બેંક નોટ હોવી શક્ય છે. જોકે, તેની પર અથવા તો અલગ અલગ ઇનસેટ લેટર હશે અથવા છાપકામનું વર્ષ અલગ હશે અથવા આરબીઆઇના અલગ અલગ ગવર્નરના હસ્તાક્ષર હશે. ઇનસેટ લેટર બેંક નોટની નંબર પેનલ પર છપાયેલુ એક અક્ષર છે જેની આગળ સીરિયલ નંબર લખેલુ હોય છે. વગર ઇનસેટ લેટરના નોટ્સ પણ હોઇ શકે છે.
Advertisement