દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ વ્યાજ દરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે, એટલે કે રેપો રેટમાં હવે 0.50 ટકાનો વધારો થયો છે. આરબીઆઈના આ નિર્ણય બાદ હવે રેપો રેટ 5.4 ટકાથી વધીને 5.9 ટકા થઈ ગયો છે.
Advertisement
Advertisement
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, “વૈશ્વિક બાધાઓ છતાં ભારતીય અર્થવ્યવસ્થા ફ્લેક્શિબલ છે, જેમાં વૈશ્વિક મંદીની આશંકા વધી રહી છે, ફૂગાવો (મોંઘવારી) વધારે છે.
નાણાકીય વર્ષ 2023 માટે રિઝર્વ બેંકે જીડીપી વૃદ્ધિનું અનુમાન 7 ટકા રાખ્યું છે, અગાઉ અંદાજ 7.2 ટકા હતો. આ ઉપરાંત મોંઘવારી દરનો અંદાજ પણ 6.7 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.
આ નાણાકીય વર્ષમાં જુલાઈ-સપ્ટેમ્બર વચ્ચે વૃદ્ધિ દર 6.3%, ઓક્ટોબર-ડિસેમ્બરમાં એટલે કે ત્રીજા ક્વાર્ટરમાં 4.6% અને ચોથા ક્વાર્ટરમાં એટલે કે જાન્યુઆરી-માર્ચમાં 4.6% રહેવાનો અંદાજ છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા ભારતીય રિઝર્વ બેંકે ઓગસ્ટમાં વ્યાજ દરોમાં 0.50 ટકા, જૂન મહિનામાં 0.50 ટકા અને મે મહિનામાં 0.40 ટકાનો વધારો કર્યો હતો.
Advertisement