Gujarat Exclusive > દેશ-વિદેશ > RBI ગવર્નર શક્તિકાંત દાસ કોરોનાથી સંક્રમિત, આઈસોલેશનમાં રહીને કરશે કામ

RBI ગવર્નર શક્તિકાંત દાસ કોરોનાથી સંક્રમિત, આઈસોલેશનમાં રહીને કરશે કામ

0
46

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાઈરસનું (Corona Virus) સંક્રમણ યથાવત છે. દિનપ્રતિદિન નવા પોઝિટિવ કેસો (New Corona Positive Cases) ઉમેરાતા જાય છે, ત્યારે રવિવારે RBI ગવર્નર (RBI Governor) શક્તિકાંત દાસનો (Shaktikanta Das) કોરોના રિપોર્ટ (Corona Report)પોઝિટિવ આવ્યો છે. આ વાતની જાણકારી તેમણે ખુદ ટ્વીટ કરીને આપી છે.

આઈસોલેશનમાં રહીને કરીશ કામ
પોતાના ટ્વીટમાં શક્તિકાંત દાસે (Shaktikanta Das) લખ્યું છે કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યો છે. જો કે કોરોનાના કોઈ લક્ષણો જણાતા નથી. હું સંપૂર્ણ સ્વસ્થ છું. આમ છતાં કોરોના રિપોર્ટ (Corona Report) પોઝિટિવ આવવાના કારણે તાજેતરમાં મારા સંપર્કમાં આવેલા લોકોને તેની જાણકારી હોવી જરૂરી છે.

હું મારું કામ આઈસોલેશનમાં રહીને ચાલું રાખીશ. RBIનું કામકાજ સામાન્ય રૂપે ચાલૂ જ રહેશે. હું મારા સહકર્મચારીઓ સાથે સતત સંપર્કમાં છું.

આ પણ વાંચો: કોરોનાની અસર: 3000 વાહનોનું વેચાણ, સંક્રમણથી બચવા ફૉર-વ્હીલર વધારે વેચાઈ

ભારતમાં કોરોના રિકવરી રેટ 90 ટકા
જણાવી દઈએ કે, ભારતમાં કોરોના વાઈરસથી સંક્રમિત થયા બાદ લગભગ 71 લાખ લોકો સારવાર બાદ સ્વસ્થ થઈ ચૂક્યા છે. કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમાંથી સ્વસ્થ થવાનો દર નેશનલ લેવલ પર વધીને 90 ટકા પર પહોંચી ચૂક્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલ આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 62,077 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે.