Gujarat Exclusive > દેશ-વિદેશ > RBIના ગવર્નરે સ્વીકાર્યુ- અર્થ વ્યવસ્થા આર્થિક મંદીમાંથી પસાર થઈ રહી છે

RBIના ગવર્નરે સ્વીકાર્યુ- અર્થ વ્યવસ્થા આર્થિક મંદીમાંથી પસાર થઈ રહી છે

0
969

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શશિકાન્ત દાસે દેશમાં જીડીપી (GDP) ગ્રોથ 5 ટકા હોવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યુ કે, આંકડાઓ અપેક્ષા કરતા ઘણા ઓછા છે. શશિકાન્ત દાસે આ વાત CNBC-TV18ને આપવામાં આવેલા એક ઈન્ટરવ્યુમાં કહી છે. તેમણે સ્વીકાર કર્યો કે, ભારત આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યો છે અને સરકારને એવા પગલા લેવા જોઈએ જેથી વિકાસને ગતિ મળી શકે.

ઈન્ટરવ્યુ દરમિયાન દાસે કહ્યુ કે, આરબીઆઈ (RBI)એ 5.8 ટકા ગ્રોથની ભવિષ્યવાણી કરી હતી. કોઈએ પણ 5.5 ટકાની ભવિષ્યવાણી કરી ન હતી. આ આંકડાઓ આશ્ચર્યમાં નાંખી દેનારા અને ખૂબ જ ખરાબ છે.’ વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ભારતની જીડીપી ગ્રોથ રેટ 5 ટકા નોંધવામાં આવી છે. છેલ્લા 6 વર્ષોમાં આ વિકાસની સૌથી ધીમી ગતિ છે. ગવર્નરે કહ્યુ કે, તેઓ ઝીણવટથી આંકડાઓનો વિશ્લેષણ કરી રહ્યા છીએ.

રિઝર્વ બેન્કના ગવર્નરે સોમવારે ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં સાઉદી અરબની તેલ કંપની પર હુમલા ઉપર પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે, સાઉદી અરબની તેલ કંપની પર હુમલા પછી તેલની કિંમતમાં સદંતર વધારો થશે તો નાણાકીય ખોટ વધી શકે છે. તેમણે કહ્યુ કે, ‘અમે છેલ્લા દ્રશ્યને સમજવા માટે થોડા દિવસો સુધી તેના પર નજર રાખવી પડશે. આ ક્યાં સુધી ચાલે છે.’ દાસે જણાવ્યુ કે, સાઉદી કંપનીનો સંચાલન જલ્દી શરૂ કરે. ઉલ્લેખનીય છે કે, દુનિયાની સૌથી મોટી ક્રૂડ ઓઈલ પ્રોસેસિંગ પ્લાન્ટ પર થયેલા હુમલા માટે અમેરિકાએ ઈરાનને જવાબદાર ઠેરવ્યા છે.

આ હમલાના સંબંધમાં ઈરાને અમેરિકાના આરોપોને નકારી દીધો છે, પરંતુ સાથે જ કહ્યુ કે તેઓ યુદ્ધ માટે તૈયાર છે. આવી સ્થિતિમાં તેલની કિંમતોથી ભારત જેવા દેશ સૌથી વધારે પ્રભાવિત થશે. કારણ કે, ભારત કાચા તેલ માટે સૌથી વધારે આયાત પર જ નિર્ભર હોય છે.

શું છે PSA કાયદો, જે અંતર્ગત ફારૂક અબ્દુલ્લાની થઈ અટકાયત