Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > RBI ગવર્નરની મોટી જાહેરાત, ઓગસ્ટ સુધી EMI ચૂકવવામાં મળી છૂટ

RBI ગવર્નરની મોટી જાહેરાત, ઓગસ્ટ સુધી EMI ચૂકવવામાં મળી છૂટ

0
1736

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસને પત્રકાર પરિષદ સંબોધીને કોરોના સંકટ વચ્ચે સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. પ્રથમ તો EMI મોરટોરિયમ એટલે કે, હવે લોનની EMI ઓગસ્ટ સુધી નહીં ચૂકવવાની છૂટ મળી ગઈ છે. જ્યારે બીજી મોટી જાહેરાત રેપો રેટમાં 0.40 ટકાના કાપને લઈને થયો છે. આ નિર્ણયથી સામાન્ય નાગરિકોની EMI ઓછી થઈ શકે છે.

આ સાથે જ RBIએ રિવર્સ રેપો રેટ 3.75 ટકાથી ઘટાડીને 3.35 ટકા કરી દીધો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, મોંઘવારીનો દર હજુ પણ 4 ટકાની નીચે રહેવાની સંભાવના છે, પરંતુ લૉકડાઉનના કારણે અનેક વસ્તુઓની કિંમત વધી શકે છે.

► RBIનો મોરટોરિયમ પર મોટો નિર્ણય
ટર્મ લોન પર મોરટોરિયમની સુવિધા 3 મહિના માટે વધારી દેવામાં આવી છે. બેંકો પાસેથી લોન લેનારા લોકોને મોટી રાહત મળશે. લૉકડાઉન વધવાથી મોરોટોરિયમ અને અન્ય બીજી રાહતો ત્રણ મહિના સુધી વધારવામાં આવી રહી છે. હવે EMI આપવા પર 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી છૂટ આપવામાં આવી છે. અગાઉ ત્રણ મહિના માટે આ વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે કુલ 6 મહિના માટે મોરેટોરિયમ પીરિયડની વ્યવસ્થા થશે. મોરેટોરિયમ પીરિયડના વ્યાજની ચૂકવણી 31 માર્ચ 2021 સુધીમાં થઈ શકશે.

► વ્યાજદરોમાં 0.40 ટકાનો કાપ
RBI ગવર્નર શક્તિદાસ કાંતે રેપો રેટ 0.40 ટકા કાપ મૂક્યો છે. ગવર્નરે જણાવ્યું કે, MPCની બેઠકમાં 5-6 સભ્યોએ વ્યાજ દરો ઓછી કરવા સહમતી દર્શાવી હતી. આ નિર્ણયથી હોમ લોન, કાર લોન, પર્સનલ લોન સહિત તમામ પ્રકારની લોન પર EMI સસ્તી થશે. જણાવી દઈે કે, અગાઉ માર્ચમાં પણ રેપો રેટમાં 0.75 ટકાનો કાપ મૂકવામાં આવ્યો હતો.

► GDP ગ્રોથ રેટમાં ઘટાડો ચિંતાનું કારણ
ચાલુ નાણાંકીય વર્ષની GDP ગ્રોથ રેટ નેગેટિવ રહી શકે છે. જણાવી દઈએ કે, વિશ્વની અનેક મોટી એજન્સીઓ આ વિશે જાહેરાત કરી ચૂકી છે.

► મોંઘવારી વધવાની આશંકા
લૉકડાઉનના કારણે મોંઘવારી વધવાની આશંકા છે. દેશમાં રવિ પાક સારો થયો છે. સારા ચોમાસાથી ખેતીને ઘણી આશા છે. માંગ અને પૂરવઠા વચ્ચે સમતુલન ખોરવાની અર્થ વ્યવસ્થા ખોરંભે ચડી છે. સરકારના પ્રયત્નો અને રિઝર્વ બેંક તરફથી ઉઠાવવામાં આવેલા પગલાની અસર સપ્ટેમ્બર બાદ દેખાવાની શરૂ થશે.

► દેશમાં ટોપ-6 રાજ્યો કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત
વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદીમાંથી પસાર થઈ રહી છે. દેશના ટોપ-6 રાજ્યો કોરોના વાઈરસથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. જેમનો દેશની અર્થ વ્યવસ્થામાં 60 ટકા હિસ્સો છે.

► સામાન્ય લોકોને EMI નહીં ચૂકવવાની છૂટ
27-માર્ચે RBIએ કોરોનાના કારણે સામાન્ય નાગરિકોને 3 મહિના સુધી EMI નહીં ચૂકવવાની છૂટ આપી હતી. ટર્મ લોનની EMI વસૂલી ત્રણ મહિના સુધી ટાળવાની બેંકો અને નાણાંકીય સંસ્થાઓને મંજૂરી આપી છે.

► કોરોના સંકટમાં RBI અગાઉ પણ કરી ચૂક્યું છે મોટી જાહેરાત
અગાઉ RBI 27 એપ્રિલે જાહેરાત કરીને મ્યુચ્યૂઅર ફંડ રોકાણકારોને સ્પેશિયલ લિક્વિડિટી ફેસિલિટી અંતર્ગત 50 હજાર કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. જ્યારે 17-એપ્રિલે પણ RBIએ NBFC અને નાની નાણાંકીય સંસ્થા (MFI) માટે 50 હજાર કરોડની લક્ષિત LTROની જાહેરાત કરી હતી. આ સાથે જ નાબાર્ડ, સિડબી અને રાષ્ટ્રીય આવાસ બેંક માટે 50 હજાર કરોડ રૂપિયાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

અગાઉના નિર્ણયો અંતર્ગત નાબાર્ડને 25,000 કરોડ રૂપિયા, નેશનલ હાઉસિંગ બેંકને 10 હજાર કરોડ રૂપિયા અને SIDBIને 15 હજાર કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે, દેશમાં કોરોના વાઈરસના પગલે બે મહિનાથી લૉકડાઉન ચાલી રહ્યું છે અને ભારતીય અર્થ વ્યવસ્થા પર તેની નકારાત્મક અસર જોવા મળી રહી છે. અર્થ વ્યવસ્થાને પાટા પર લાવવા અને લોકોને રાહત આપવા માટે કેન્દ્ર સરકાર તરફથી કુલ 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી ચૂક્યો છે. જેમાં RBI દ્વારા ઉઠાવવામાં આવેલા પગલા પણ સામેલ છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

આજથી રેલવે રિઝર્વેશન કાઉન્ટર ખુલ્યાં, સ્ટેશન પરથી બુક કરાવી શકશો ટ્રેનની ટિકિટ