Gujarat Exclusive > દેશ-વિદેશ > ડેબિડ અને ક્રેડિટ કાર્ડ માટે રિઝર્વ બેન્ક કયા નિયમ લાવી તે જાણો

ડેબિડ અને ક્રેડિટ કાર્ડ માટે રિઝર્વ બેન્ક કયા નિયમ લાવી તે જાણો

0
251

ડેબિડ અને ક્રેડિટ કાર્ડની છેતરપિંડીના કેસો વધી રહ્યા છે ત્યારે રિઝર્વ બેન્ક બધી બેન્કો અને કાર્ડ કંપનીઓ માટે નવી માર્ગદર્શિકા (RBI-credit-debit card-guideline) લઈ આવી છે, જેનો અમલ પહેલી ઓક્ટોબર 2020થી શરૂ કરવાનો છે.

રિઝર્વ બેન્કે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન્સના (RBI-credit-debit card-guideline) વ્યવહારની સલામતી અને સુગમતા વધારવા માટે નવા નિયમો અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે.

આ નવી માર્ગદર્શિકા મુજબ કાર્ડ યુઝર્સે તેના ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન્સ, ઓનલાઇન ટ્રાન્ઝેક્શન્સ તથા કોન્ટેક્ટલેસ કાર્ડ ટ્રાન્ઝેક્શન્સ માટે નોંધણી કરાવવી પડશે. આમ નહી કરાયું હોય તો બેન્કો દ્વારા જારી કરવામાં આવેલા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સ્થાનિક એટીએમ અને પોઇન્ટ ઓફ સેલ (પીઓએસ) ટર્મિનલ (RBI-credit-debit card-guideline) પર જ કામ કરી શકશે. બેન્કો કદાચ આ માટે વર્તમાન કાર્ડ ડિએક્ટિવેટ કરી શકે અને તેને ફરીથી જારી પણ કરી શકે. રિઝર્વ બેન્કની આ માર્ગદર્શિકામાં પ્રીપેઇડ કાર્ડ અને ગિફ્ટ કાર્ડનો સમાવેશ થતો નથી.

આ સિવાય ઉમેરાયેલું નવુ ફીચર જોઈએ તો ગ્રાહક ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડમાં તેની લિમિટે સેટ કરી શકે છે. કાર્ડધારકો પાસે હવે તેના ડેબિટ અને ક્રેડિટ કાર્ડને એટીએમ, એનએફસી, પીઓએસ કે ઇકોમર્સ માટે ફેસિલિટી સ્વિચ ઓન-ઓફ કરવાની સગવડ હશે.

રિઝર્વ બેન્કે બધી બેન્કો અને અન્ય કાર્ડ જારી કંપનીઓને જણાવ્યું છે કે તે ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓનલાઇન કે કોન્ટેકલેસ ટ્રાન્ઝેક્શન્સમાં લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાયા હોય તેવા બધા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ડિસેબલ કરી શકશે. જો કાર્ડ ધારક ઇચ્છા હોય તો તેણે તેને ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન્સ માટે ડિસેબલમાંથી (RBI-credit-debit card-guideline) એબલ કરાવવુ પડશે.

કાર્ડધારકો માટે કેટલાક ચાવીરૂપ ફાયદા

આંતરરાષ્ટ્રીય ખર્ચાને મેનેજ કરી શકશે

ઘણી આંતરરાષ્ટ્રીય ઇ-કોમર્સ વેબસાઇટ ક્યારેય સીવીવી પિન મોકલતી નથી કે ઓટીપી પણ મોકલતી નથી જેથી ટ્રાન્ઝેક્શન કન્ફર્મ થાય. આ નવા પગલાથી તેનો ઉપયોગ મર્યાદિત થશે અથવા તો ખર્ચમર્યાદાના લીધે તેનો દૂરુપયોગ નહી થઈ શકે.

છેતરપિંડી રોકવી

આ ફીચર દ્વારા કાર્ડયુઝર્સ વિવિધ મોડ્સ જેવા કે એટીએમ, પીઓએસ દ્વારા કાર્ડમાં જાતે લિમિટ નાખી શકશે. તેના લીધે તેનું કાર્ડ ચોરાય કે સ્કિમિંગ થાય તો પણ નુકસાનનું પ્રમાણ ઘટશે.

નાણાકીય શિસ્ત

આ ફીચર દ્વારા ગ્રાહકોને તેમના ટ્રાન્ઝેક્શન પ્રકારને મર્યાદિત રાખવામાં મદદ મળશે. તેમા યુઝર પોતાની સગવડ મુજબ તેની કેપ કે મર્યાદા બદલી શકશે. આ રીતે તે કુલ ખર્ચાને લઈને નાણાકીય શિસ્ત રાખી શકશે.

ક્રેડિટ કાર્ડ લિમિટ

આ ફીચર્સની ક્રેડિટ કાર્ડ લિમિટ પર ફરક નહી પડે અને લાદવામાં આવેલી ખર્ચમર્યાદા કે પ્રતિબંધો ગમે તે સમયે મોબાઇલ એપ કે નેટ બેન્કિંગ દ્વારા બદલી શકાશે.