Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > કોરોના સંકટ વચ્ચે ઈકોનૉમીમાં પ્રાણ ફૂંકવા RBIનું એલાન, રિવર્સ રેપો રેટ ઘટાડ્યો

કોરોના સંકટ વચ્ચે ઈકોનૉમીમાં પ્રાણ ફૂંકવા RBIનું એલાન, રિવર્સ રેપો રેટ ઘટાડ્યો

0
783

કોરોના વાઈરસના ફેલાવાને કાબૂમાં લેવા માટે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનના પગલે સંકટનો સામનો કરી રહેલી અર્થ વ્યવસ્થામાં પ્રાણવાયુ ફૂંકવા માટે સરકાર મોટા પગલા ભરી રહી છે. જે અંતર્ગત આજે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે મોટી જાહેરાતો કરતાં જણાવ્યું હતું કે, કોરોના સંકટ વચ્ચે બેંક તમામ સ્થિતિ પર નજર રાખી રહી છે. કોરોનાના કારણે દેશનો GDP ગ્રોથ રેટ ઘટશે, પરંતુ બાદમાં તેમાં તેજી જોવા મળશે.

RBI ગવર્નરે રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાનો કાપ મૂક્યો છે. આ સાથે માર્કેટમાં આર્થિક સંકટના સર્જાય તે માટે 50 હજાર કરોડ રૂપિયાની વધારાની મદદની વાત કહી છે.

રિવર્સ રેપો રેટમાં કામ મૂકવાથી સામાન્ય નાગરિકને સીધો ફાયદો થશે. આ જાહેરાતથી બેંકો પાસે વધારે રૂપિયા રહેશે. જેથી બેંકો લોકોને લોન આપી શકશે. એવામાં આ એલાન બાદ બેંકો પર લોન પર વ્યાજદરો ઓછુ કરવાનું દબાણ આવશે.

તેમણે જણાવ્યું કે, હાલના સમયમાં 150થી વધુ અધિકારીઓ ક્વોરેન્ટાઈનમાં રહીને કામકાજ કરી રહ્યાં છે અને દરેક સ્થિતિનો સામનો કરવા સક્ષમ છે. દાસે IMFની આ વાતનું અનુમાન લગાવ્યું કે, વિશ્વમાં સૌથી મોટી મંદી આવી રહી છે, જે સંકટનો સંકેત છે. અનેક દેશોમાં આયાત-નિકાસમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

કોરોના સંકટના કારણે ભારતની GDP 1.2ની ગતિએ વધશે, જે G-20 દેશોમાં સૌથી શ્રેષ્ઠ સ્થિતિ છે. વિશ્વમાં 9 ટ્રિલિયન ડૉલરનું નુક્સાન થવાનું અનુમાન છે, પરંતુ જ્યારે કોરોનાનો કપરો સમય પસાર થઈ જશે, ત્યારે ભારતની GDP એક વખત ફરીથી 7થી વધૂની ઝડપે વધશે.

શક્તિકાંત દાસે જણાવ્યું કે, આ સંકટ વચ્ચે કૃષિ સેક્ટર મજબૂત છે. આપણી પાસે બફર સ્ટોક છે. આ વર્ષ ચોમાસુ પણ સારૂ રહેવાનું અનુમાન છે, ફેબ્રુઆરીમાં ટ્રેક્ટરના વેચાણમાં પણ વધારો થયો હતો.

RBI ગવર્નરે જણાવ્યું કે, માર્ચ 2020માં નિકાસમાં ઘટાડો આવ્યો છે. આમ છતાં વિદેશી મુદ્રા ભંડાર 476 અરબ ડોલરનો છે. જે 11 મહિનાની આયાત માટે પૂરતો છે. વિશ્વમાં ક્રૂડ ઓઈલની કિંમતો સતત ઘટી રહી છે, જેનાથી ફાયદો થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટના કારણે ભારતીય અર્થ વ્યવસ્થાની સ્થિતિ ઘણી ખરાબ છે. લૉકડાઉનના કારણે મોટાભાગના કામ-ધંધા ઠપ્પ છે. જેના કારણે દરરોજ 35 હજાર કરોડનું નુક્સાન થઈ રહ્યું છે. લૉકડાઉનના પ્રથમ તબક્કામાં દેશની GDP અંદાજે 8 લાખ કરોડ રૂપિયાનું નુક્સાન થઈ ચૂક્યું છે.

વિશ્વભરની કેન્દ્રીય બેંકો પોતાની ઈકોનોમીને બચાવવા માટે સક્રિય છે અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પણ આ મામલે પાછળ નથી.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

ગુજરાતમાં કોરોનાના નવા 92 કેસ નોંધાયા, કુલ આંકડો 1000ને પાર