Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > DELF કન્સલટીંગ એન્જિનિયરની ભૂલને કારણે R&Bએ 33.5 લાખનો દંડ ફટકાર્યો

DELF કન્સલટીંગ એન્જિનિયરની ભૂલને કારણે R&Bએ 33.5 લાખનો દંડ ફટકાર્યો

0
770

ડેલ્ફ કન્સલ્ટિંગ એન્જિનિયર્સ (ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ) બ્રિજના કંસલ્ટીંગમાં કરેલી ભૂલને કારણે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા ઐતિહાસીક નિર્ણય કરતા 33.5 લાખનો દંડ ફટકાર્યો છે. ડેલ્ફ કંસલટન્સીને ત્રણ બ્રિજના નકશા અને અંદાજપત્ર તૈયાર કરવાનું કામ સોપવામાં આવ્યુ હતું પરંતુ કંપની દ્વારા તદન બેદરકારી દાખવવામાં આવી હતી જેને કારણે ખેડા-ધોળકા (ખારી નદી પરના બ્રિજનું કામ), સાબરમતી નદી પરના મોટા પુલનું કામ તેમજ હરિયાળાથી રઘવાજણ (વાત્રક નદી) પુલનું કામ અટવાયુ હતું. જેના કારણે R&Bએ ડેલ્ફ કંસલટન્સી વિરૂદ્ધ કડક પગલા લેતા 33 લાખ, 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.  R&B fined

ગુજરાત એક્સક્લૂઝિવને મળેલ પુરાવા પ્રમાણે ડેલ્ફ કંસલટન્સીના કંસલ્ટે આ કામ સમયસર પૂર્ણ કર્યુ નહતું અને અંદાજપત્ર પણ ખોટા બનાવ્યા હતા. આ બાબત સરકારના ધ્યાનમાં આવતા સરકારે કંસલ્ટન્ટની સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરવા તેમજ ટેન્ડરની રકમમાં 50 ટકા એટલે કે 33 લાખ 50 હજારની રકમ વસુલવાનો આદેશ કર્યો છે. R&B fined

R&Bએ 3 બ્રિજનું DELF કન્સલટીંગ એન્જિનિયરને કામ સોપ્યુ હતું R&B fined

R&Bએ ખેડા-ધોળકા (ખારી નદી પરના બ્રિજનું કામ), સાબરમતી નદી પરના મોટા પુલનું કામ તેમજ હરિયાળાથી રકવાણજ (વાત્રક નદી પરના પુલનું કામ) ડેલ્ફ કન્સલ્ટિંગ એન્જિનિયર્સ (ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ)ને સોપ્યુ હતું. 80 લાખથી વધારેનું કામ આ કંસલ્ટન્ટને આપવામાં આવ્યુ હતું. મૂળ કામ નાયબ કાર્યપાલક ઇજનેર ખેડાના હસ્તગત હતું. આ ત્રણ પૈકી બે બ્રિજનું કામ હજુ સુધી પૂર્ણ થઇ શક્યુ નથી અને વાત્રક નદીના પુલનું કામ પડતુ મુકવામાં આવ્યુ હતું.

હરિયાળા વાળા બ્રિજમાં કંસલ્ટન્ટે 9 પાઇલ (પાયાની 6 પાયાની ડિઝાઇન તૈયાર કરી હતી) જે અતિ ગંભીર બાબત સરકારના ધ્યાનમાં આવતા આ પ્રોજેક્ટને કેન્સલ કરવામાં આવ્યો હતો. 15 જૂન, 2018માં આ કામ DELF કન્સલટિંગને સોપવામાં આવ્યુ હતું જે સપ્ટેમ્બર 2018માં પૂર્ણ કરવાનું હતું. જોકે, ગેરરિતી સામે આવ્યા બાદ સરકારે 27 જાન્યુઆરી 2020ના રોજ દંડ ફટકારવાનો આદેશ કર્યો છે છતાય કંસલટન્સીએ દાદાગીરી બતાવતા દંડની રકમ હજુ સુધી ભરી નથી તેવા અહેવાલો R&Bના સુત્રો દ્વારા મળેલ છે. જાણકારી મુજબ કંપનીની આવી નફ્ફટાઇને કારણે સરકાર અને R&B વિભાગ દ્વારા આવનાર દિવસોમાં કંપની વિરૂદ્ધ શાસકીય અથવા તો કાયદાકીય પગલા ભરવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9