પાકિસ્તાનના રાવલપિંડીમાં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચ ખૂબ જ રસપ્રદ બની ગઇ છે.
Advertisement
Advertisement
પાકિસ્તાનને આ ટેસ્ટ જીતવા માટે બીજા દાવમાં 343 રનની જરૂર છે. ટેસ્ટના પાંચમા દિવસે લંચ સુધી પાકિસ્તાને ત્રણ વિકેટે 169 રન બનાવી લીધા છે. તેને આ મેચ જીતવા માટે વધુ 174 રનની જરૂર છે.
મોહમ્મદ રિઝવાન અને સઈદ શકીલ પીચ પર હાજર છે. શકીલે 63 અને રિઝવાને 42 રન બનાવ્યા હતા. ઇનામ-ઉલ-હકે 48 રનની ઇનિંગ રમી હતી.
? LUNCH ?
Pakistan need 174 to win with seven wickets in hand. Work to do for England. ?
Who wins it?
? Listen to live ball-by-ball coverage of @bbctms every day on 5 Sports Extra, @BBCSounds & updates on the @BBCSport website & app. ?#BBCCricket #PAKvENG
— Test Match Special (@bbctms) December 5, 2022
રાવલપિંડીમાં ચાલી રહેલી આ ટેસ્ટ બંને ટીમો દ્વારા ફટકારવામાં આવેલી ઘણી સદીઓ માટે યાદ કરવામાં આવશે. આ ટેસ્ટમાં અત્યાર સુધીમાં સાત સદી ફટકારવામાં આવી છે. ચાર ઈંગ્લેન્ડના અને ત્રણ પાકિસ્તાનના. ઈંગ્લેન્ડની ટીમે પહેલા જ દિવસે જંગી સ્કોર બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
Roughly 45 to 50 overs.
175 runs.
Kya kehti hai awaam?— Shoaib Akhtar (@shoaib100mph) December 5, 2022
ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 657 રન બનાવ્યા હતા જ્યારે પાકિસ્તાને જવાબમાં 579 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં સાત વિકેટે 264 રન બનાવીને ઇનિંગ્સ ઓવર ડિકલેર કરી હતી. આ રીતે પાકિસ્તાનને જીતવા માટે 343 રનનો ટાર્ગેટ મળ્યો છે.
Advertisement