ભારતીય ક્રિકેટ ટીમના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને રવિવારે હરભજન સિંહને પાછળ છોડીને ભારતીય જમીન પર સૌથી વધારે વિકેટ લેનાર બોલરની યાદીમાં બીજા નંબર પર પહોંચી ગયા. અશ્વિને અહીં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ બીજી ટેસ્ટના બીજા દિવસે પોતાની શાનદાર ઓફ સ્પિનથી બેન સ્ટોક્સને આઉટ કર્યા પછી હરભજનને પાછળ છોડ્યો.
આ સાથે જ અશ્વિને વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેઓ ટેસ્ટ ક્રિકેટમાં ખબ્બૂ બેટ્સમેનો (લેફ્ટી બેટ્સમેનો)ને 200 વખત આઉટ કરનાર દુનિયાના સૌથી પહેલો બોલર બની ગયો છે. લેફ્ટિ બેટ્સમેનોના હાથમાં સૌથી વધારે શિકાર ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર બન્યા છે. અશ્વિન ટેસ્ટ મેચમાં વોર્નરને અત્યાર સુધી 10 વખત આઉટ કરી ચૂક્યો છે. આ બાબતે બીજા નંબર પર ઈંગ્લેન્ડના એલિસ્ટયર કૂક અને બેન સ્ટોક્સ છે. અશ્વિન બંનેને 9-9 વખત આઉટ કરી ચૂક્યા છે.
લેફ્ટી બેટ્સમેનોને આઉટ કરનાર બોલરોની યાદીમાં શ્રીલંકાના મુથૈયા મુરલીધરન બીજા નંબર પર છે. મુરલીધરને પોતાના કરિયરમાં 133 ટેસ્ટ મેચમાં 800 વિકેટ લીધી છે. મુરલીધરને પોતાના કરિયરમાં 191 વખત લેફ્ટી બેટ્સમેનોને આઉટ કર્યા છે. મુરલીધરન દુનિયામાં સૌથી વધારે વિકેટ લેનારા બેટ્સમેનો છે.
હરભજનના નામે 28.76 સરેરાશથી 265 વિકેટ છે. જ્યારે અશ્વિનના નામે હવે 269* (બીજી ઈનિંગમાં હજું બોલીંગ કરી નથી) વિકેટ થઈ ગઈ છે. જોકે, ભારતમાં સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલેના નામ પર છે. તેમને દેશમાં 350 વિકેટ ઝડપી છે. ભારતતમાં સર્વાધિક ટેસ્ટ વિકેટ લેનારાઓની સૂચીમાં ટોપ-3માં ત્રણેય સ્પિનર છે. ફાસ્ટ બોલરોમાં દિગ્ગજ કપિલ દેવે 219 વિકેટ ઝડપી છે.