Gujarat Exclusive > આપણી જરૂરિયાત > જાણો, સરકારની કઈ યોજનાથી રેશન કાર્ડ વગર પણ મળશે અનાજ

જાણો, સરકારની કઈ યોજનાથી રેશન કાર્ડ વગર પણ મળશે અનાજ

0
477

અમદાવાદઃ મફતમાં અનાજ (ration-card-aadhar)લેવા માંગનારાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. મફતમાં અનાજ લેનારાઓને રેશન કાર્ડ વગર અનાજ મળતું ન હતું. પણ આજેય કેટલાય લોકો પાસે રેશન કાર્ડ નથી. મોદી સરકાર હવે તે દિશામાં કામ કરી રહી છે કે રેશન કાર્ડ વગર પણ જરૂરિયાતમંદ લોકોને મફતમાં અનાજ મળી રહે.

કેન્દ્ર સરકાર દ્વારા મફતમાં અનાજ યોજના (ration-card-aadhar)અન્વયે પ્રતિ વ્યક્તિ દીઠ પાંચ કિલો ઘઉં કે ચોખા અને એક કિલો દાળ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ કિસાન બિલ વિરૂદ્ધ કોંગ્રેસનો રાજ્યમાં વિરોધ, ગાંધીનગર ફેરવાયું પોલીસ છાવણીમાં

કેન્દ્ર સરકાર દ્વારા રેશન કાર્ડને (ration-card-aadhar)આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા ચાલુ છે. આધાર સાથે લિંક થઈ ગયા બાદ વપરાશકારોએ રેશનિંગની દુકાન પર રેશનકાર્ડ લઈ જવાની જરૂર નહી પડે. રેશન કાર્ડના નંબરથી જ દુકાનદાર ગ્રાહકને તેના હિસ્સાનું અનાજ આપી દેશે.

લોકડાઉનના લીધે લોકોનું જીવન દોહ્યલુ બની ગયુ છે અને તેમા પણ ગરીબોની સ્થિતિ સાવ કફોડી થઈ ગઈ છે. તેને લઈને સરકારે પહેલા ત્રણ મહિના માટે જે મફત અનાજની (ration-card-aadhar)યોજના જાહેર કરી હતી તેને હવે તેણે છેક નવેમ્બર સુધી લંબાવી છે. આમ હવે જે લોકોના આધાર કાર્ડનું લિન્કિંગ રેશન કાર્ડ સાથે થઈ ગયુ છે તેમની પાસે રેશન કાર્ડ ન હોય તો પણ તેમને રેશન કાર્ડ મળતું રહેશે.

આ પણ વાંચોઃ કોરોના બ્લાસ્ટ : 7 દિવસમાં જ સુરતના હીરા અને કાપડ માર્કેટમાં 182 પોઝિટિવ કેસ

કેન્દ્રના આદેશના પગલે કેટલાય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ લોકોને મફતમાં અનાજ (ration-card-aadhar)આપ્યું હતું, પરંતુ તેમા રેશન કાર્ડ વગરના લોકોએ ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. લોકોની આ તકલીફને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવાની નવી યોજના શરૂ કરી છે. આ યોજના જેમ-જેમ આગળ ધપતી જશે તેમ-તેમ ગરીબોને તેના લીધે ફાયદો થશે અને તેઓ રેશન કાર્ડ રાખવાની ઝંઝટમાંથી પણ મુક્ત થઈ જશે. તેઓ તેમના આધાર નંબરના આધારે જ અનાજ મેળવી શકશે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ કોરોનાના લીધે લાદવામાં આવેલા લોકડાઉનની વિપરીત અસરના લીધે પ્રારંભમાં ત્રણ મહિના સુધી શરૂ કરેલી મફત અનાજની યોજનાને 30 જુન 2020ના રોજ આગામી પાંચ મહિના એટલે કે નવેમ્બર 2020 સુધી લંબાવી હતી.

આ યોજના હેઠળ દેશના 80 કરોડથી વધારે લાભાર્થીઓને પ્રતિ વ્યક્તિ દીઠ પાંચ કિલો ઘઉં અથવા ચોખા તથા પ્રત્યેક પરિવારને એક કિલો ચણા ઉપલબ્ધ કરાવવાનું જારી રાખવામાં આવશે.