Gujarat Exclusive > દેશ-વિદેશ > રતન ટાટાએ 26/11 હુમલાને યાદ કર્યો, વિનાશને ક્યારેય નહી ભૂલી શકાય

રતન ટાટાએ 26/11 હુમલાને યાદ કર્યો, વિનાશને ક્યારેય નહી ભૂલી શકાય

0
160

મુંબઇ: દેશના આર્થિક પાટનગર મુંબઇમાં 26 નવેમ્બર 2008માં થયેલા આતંકી હુમલા 26/11 (Mumbai Terror Attack)ની આજે વર્ષગાંઠ છે. આજના દિવસે જ 12 વર્ષ પહેલા આતંકવાદીઓએ ભારતનનું આર્થિક પાટનગર ગણાતા મુંબઇને પોતાનું નિશાન બનાવ્યુ હતું જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. કેટલાક બહાદુર જવાન પણ શહીદ થયા હતા. આજે આખો દેશ શહીદોને યાદ કરી રહ્યો છે, તેમણે યાદ કરનારાઓમાં ઉદ્યોગપતિ રતન ટાટાનું નામ પણ સામેલ છે. રતન ટાટાએ ટ્વિટર પર 26/11ના દર્દને યાદ કર્યુ છે, તેમણે પોતાની પોસ્ટમાં મુંબઇના લોકોના પ્રયાસોની પ્રશંસા પણ કરી છે. Ratan Tata

ટાટા જૂથના પૂર્વ ચેરમેન રતન ટાટા (Ratan Tata)એ લખ્યુ, ‘આજના દિવસે 12 વર્ષ પહેલા થયેલા મોટા વિનાશને ક્યારેય ભૂલી નહી શકાય. પરંતુ તેનાથી પણ વધુ યાદગાર છે, તે છે તમામ મતભેદો ભુલાવીને તે દિવસે આતંકવાદ અને વિનાશને હટાવવા મુંબઇના લોકો એક સાથે આવ્યા, તેમણે લખ્યુ આજે અમે નિશ્ચિત જ તે લોકોને યાદ કરી દુખ મનાવી શકીએ છીએ, જેમણે અમે ગુમાવી દીધા અને તે બહાદુરોની કુરબાનીઓનું સમ્માન કરી શકીએ છીએ, જેમણે દુશ્મનો પર જીત મેળવવામાં મદદ કરી હતી પરંતુ આપણે જે વસ્તુની સૌથી વધુ પ્રશંસા કરવી જોઇએ, તે છે એકતા, દયાળુ અને સંવેદનશીલતા, જેને આપણે સંભાળીને રાખવી જોઇએ અને આશા છે કે આવનારા વર્ષોમાં તેની ચમક યથાવત રહેશે. Ratan Tata

આ પણ વાંચો: 26/11: કઇ રીતે રચવામાં આવ્યુ હતું મુંબઇમાં ભયાનક આતંકી હુમલાનું ષડયંત્ર?

શું થયુ હતું તે દિવસે?

વર્ષ 2008માં 26 નવેમ્બરે લશ્કર-એ-તૈયબા (Lashkar-e Taiba)ના 10 આતંકવાદી દરિયાઇ રસ્તે મુંબઇ પહોચ્યા હતા. આતંકવાદીઓએ તાજ હોટલ સહિત મુંબઇના કેટલાક વિસ્તારને કબજામાં લઇ લીધા હતા. આ હુમલામાં 166 લોકોના મોત થયા હતા જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. તમામ પ્રયાસ બાદ ભારતના હાથમાં અજમલ આમિર કસાબ લાગ્યો હતો. કસાબને 21 નવેમ્બર 2012માં ફાંસી આપવામાં આવી હતી. Ratan Tata

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9