Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > લક્ઝરી કારના શૌખીન છે રતન ટાટા, જીવે છે વૈભવી લાઇફ

લક્ઝરી કારના શૌખીન છે રતન ટાટા, જીવે છે વૈભવી લાઇફ

0
1973

જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાને તાજેતરમાં મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ટાઇકોન મુંબઈ 2020 લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાંની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિ, રતન ટાટાના પગને સ્પર્શતા નજરે પડે છે.

રતન ટાટાએ આ સન્માન એમજ નથી મળ્યું કોરપોરેટ વર્લ્ડમાં પોતાના મૂલ્યો માટે જાણીતા રતન ટાટા તમામ સંઘર્ષો બાદ આ જગ્યાએ પહોંચ્યા છે. ટાટા મોટર્સની દેશ અને દુનિયામાં અલગ ઓળખ છે. જો કે, ઘણા ઓછા લોકો જાણે છે કે, રતન ટાટાને લક્ઝરી કારો પસંદ છે.

ડઝનથી પણ વધુ છે લક્ઝરી કારો: ‘બિજનેસ ઈનસાઈડર’ની એક રિપોર્ટ અનુસાર રતન ટાટાની પાસે એક ચડીયાતી એક લક્ઝરી કોરો છે. જેમાની ફરારી કેલિફોર્મિયા,જેના ટોપ મોડલની કિંમત છે લગભગ અઢીથી ત્રણ કરોડ રૂપિયા છે. સાથે તેમની પાસે કેડિલેક XLR,લેન્ડ રોવર ફ્રીલેન્ડર,મર્સિડીઝ બેન્ઝ-એસ ક્લાસ, મર્સિડીલ બેન્ઝ 500 એસએલ, જગુઆર એક્સ આર-એફ, ક્રાઈસલર સેબ્રિંગ,માસેરાતી ક્વાટ્રોપોર્ટે જેવી કારોનો સમાવેશ થાય છે.

‘ગોવા’ સાથે છે ખાસ લગાવ: રતન ટાટા ડોગ્સને ખૂબ પસંદ કરે છે. તેઓ પોતાના ખાલી સમય તેમની સાથે વિતાવે છે. મીડિયા રોપોર્ટ અનુસાર રતન ટાટાની પાસે બે જર્મન શેફર્ડ બ્રીડના ડોગ્સ છે.તેમનો પ્રિય ડોગ્સ ‘ગોવા’ છે, જે ટાટા ગ્રુપના મુખ્યાલર ‘બોમ્બે હાઉસ’માં રહે છે. હલમાં જ તેમણે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ‘ગોવા’ની તસવીર શેર કરી હતી. આ તસવીરની સાથે રતન ટાટાએ લખ્યુ ‘મને ઓફિસમાં રદરોજ કોની રાહ જોઉં છું, મારા મિત્ર ‘ગોવા’ની’ઈકોનોમિક્સ ટાઈમ્સની એક રિપોર્ટ અનુસાર ‘બોમ્બે હાઉસ’માં એક ભાગ રખડતા કૂતરાઓ માટે રિઝર્વ છે.

F-16 ફાલ્કન ઉડાન કરનાર પ્રથમ ભારતીય: બદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી સન્માનીત કરવામાં આવેલા રતન ટાટા ટ્રેન્ડ પાયલટ પણ છે. વર્ષ 2009માં લડાકૂ વિમાન F-16 ફાલ્કન ઉડાન ભરનાર રતન ટાટા પહેલા ભારતીય બન્યા હતા. લકઝરી કારો ઉપરાંત દરિયા કિનારે રતન ટાટાનો બંગલો પણ ખૂબ લૈવિશ છે.

13 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલો છે બંગલો: દૈનિક જાગરણના એક રિપોર્ટ અનુસાર, 13 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલો આ બંગલો ત્રણ માળનો છે. જેમાં લિવિંગ એરિયાની સાથે બંગલામાં પાર્ટી માટે સન ડેક, સ્પેશ્યલ સ્ટડી રૂમ, જિમ, સ્વીમિંગ પૂલ, મીટિંગ રૂમ અને પાર્ટી માટે લાઉન્જ વગેરે છે.

દિલ્હી: જામિયા ફાયરિંગ મામલે રાજકારણ ગરમાયુ, રાજકીય પાર્ટીઓએ ઘટનાને વખોડી