નવી દિલ્હી: PM CARES Fund: પીએમ કેર ફંડના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં નવા સભ્યોને સામેલ કરવામાં આવ્યા છે. મંગળવારે (20 સપ્ટેમ્બર) બિઝનેસમેન રતન ટાટા સહિત અનેક લોકોને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા. તો સુધા મૂર્તિને એડવાઈઝરી બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી આ જાણકારી આપવામાં આવી છે.
Advertisement
Advertisement
સરકારે બુધવારે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ચેરમેન રતન તાતા, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ કેટી થોમસ અને પૂર્વ ડિપ્ટી લોકસભા સ્પીકર કરિયા મુંડા સહિત કેટલીક અન્ય પ્રમુખ હસ્તિઓને પીએમ કેર ફંડના ટ્રસ્ટીના રૂપમાં નોમિનેટ કર્યા છે.
પીએમ કેર ફંડમાં યોગદાન આપનારા લોકોની પ્રશંસા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પીએમ કેર બોર્ડ ઓફ ટ્રસ્ટી (PM CARES Fund) સાથે બેઠક કરી હતી. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને નવા નોમિનેટેડ ટ્રસ્ટી સામેલ થયા. બેઠકમાં સામેલ બધા ટ્રસ્ટીઓએ દેશમાં ખરાબ સમયે ફંડ દ્વારા આપવામાં આવેલી મદદની પ્રશંસા કરી. જ્યારે પીએમ મોદીએ પીએમ કેર ફંડમાં યોગદાન આપવા માટે દેશના લોકોની પ્રશંસા કરી.
મીટિંગમાં તે વાત ઉપર પણ ચર્ચા કરવામાં આવી કે કટોકટીની સ્થિતિ સામે પ્રભાવી રીતે પહોંચીવળવા માટે PM CARESનો એક મોટો વિઝન છે. વડાપ્રધાને ટ્રસ્ટીઓને પીએમ કેર ફંડનો અભિન્ન અંગ બનવા માટે સ્વાગત કર્યું. બેઠક દરમિયાન ફંડની મદદથી ચલાવવામાં આવેલા કાર્યોની જાણકારી આપી. જેમાં પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ પણ સામેલ છે, જેના દ્વારા 4,345 બાળકોને મદદ કરવામાં આવી રહી છે.
સુધા મૂર્તિ એડવાઈઝરી બોર્ડમાં નોમિનેટ
ટ્રસ્ટે પીએમ કેર ફંડમાં એડવાઈઝરી બોર્ડની રચના માટે કેટલાક પ્રમુખ વ્યક્તિઓને નોમિનેટ કર્યા છે. જેમાં રાજીવ મહર્ષિ (ભારતના એક્સ કંટ્રોલર અને ઓડિટર જનરલ), સુધા મૂર્તિ (પૂર્વ અધ્યક્ષ, ઈન્ફોસિસ ફાઉન્ડેશન), આનંદ શાહ (ટીચ ફોર ઈન્ડિયાના કો-ફાઉન્ડર અને ઈન્ડિકોર્પ્સ અને પીરામલ ફાઉન્ડેશનના પૂર્વ સીઈઓ) સામેલ છે.
ઉલ્લેખનિય છે કે પીએમ કેર ફંડ (PM CARES Fund) ને પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના રૂપમાં રજિસ્ટર્ડ કરવામાં આવ્યું છે. પીએમ કેર ફંડનો ટ્રસ્ટ રજિસ્ટ્રેશન 27 માર્ચ, 2022માં નવી દિલ્હીમાં રજિસ્ટ્રેશન એક્ટ 1908 હેઠળ કરવામાં આવ્યો હતો. આ ફંડને COVID-19 મહામારી દરમિયાન ઈમરજન્સી રાહતોના ઉપાયોના હિસ્સાના ભાગરૂપે બનવાવામાં આવ્યો હતો.
Advertisement