Gujarat Exclusive > દેશ-વિદેશ > રાજપથ પર જોવા મળી દેશની તાકાત, રાફેલે પ્રથમ વખત ભરી ઉડાન

રાજપથ પર જોવા મળી દેશની તાકાત, રાફેલે પ્રથમ વખત ભરી ઉડાન

0
123

નવી દિલ્હી: ભારત 72માં ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે. આ પ્રસંગે દિલ્હીના રાજપથ પર પરેડ નીકળી હતી. જ્યા ભારતે પોતાની શક્તિ દુનિયા સામે બતાવી હતી. અલગ-અલગ રાજ્યની ઝલક સાથે દેશની સેનાની તાકાત અહી જોવા મળી હતી. સાથે જ પ્રથમ વખત રાફેલ યુદ્ધ વિમાને પોતાનો દમ દુનિયા સામે પરેડમાં બતાવ્યો હતો.

રાજપથ પર રાફેલે ભરી ઉડાન

એકલવ્ય ફૉરમેશનની આગેવાનીમાં રાફેલ યુદ્ધ વિમાને કરી હતી. રાફેલ સાથે બે જગુઆર, બે મિગ-29 યુદ્ધ વિમાન છે. ફૉરમેશનના કેપ્ટન ગ્રુપ કેપ્ટન રોહિત કટારિયા, ફ્લાઇટ લેફ્ટનન્ટ 17 સ્કવાડ્રન છે. મહત્વપૂર્ણ છે કે રાફેલ યુદ્ધ વિમાન આ વખતે વર્ટિકલ ચાર્લી રૂપમાં પોતાના કરતબ બતાવી રહ્યુ છે.

રૂદ્ર ફૉરમેશન

ફ્લાઇ પાસ્ટની શરૂઆત રૂદ્ર ફૉરમેશન એટલે એક ડકોટા વાયુયાન, બે Mi-17 હેલિકૉપ્ટર સાથે વિક્રીમે ફૉરમેશનમાં. આ ફૉરમેશનમાં વિંગ કમાંડર મુકુલ ખરે અને સ્કવાડ્રન લીડર રાઠૌર કમાને સંભાળી છે. 1947માં શત્રુઓને સરહદ બહાર કરવાની કાર્યવાહીમાં સૈન્ય દળ અને જરૂરી વસ્તુને કાશ્મીર ઘાટી પહોચાડવા માટે ડકોટા ઘણા ઉપયોગી રહ્યા હતા.

સુદર્શન ફૉરમેશન

સુદર્શન ફૉરમેશનમાં એક ચિનૂક અને બે Mi-17 હેલિકૉપ્ટર સાથે વિક્રીરમ ફૉર્મેશન છે. ચિનૂક હેલિકૉપ્ટર દરેક પરિસ્થિતિમાં દરેક કોઇનું વજન સહન કરવામાં સક્ષમ છે. આ ફૉર્મેશનનું નેતૃત્વ 126 હેલિકૉપ્ટર ફ્લાઇટના ગ્રુપ કેપ્ટન સિદ્ધાર્થ રાવતે કર્યુ હતું.

આ પણ વાંચો: રાજપથ પર અલગ-અલગ રાજ્યોની ઝાંખી, મોઢેરાના સૂર્ય મંદિરની ઝલક જોવા મળી

રક્ષક ફૉરમેશન

અત્યાધુનિક Mi-35 હેલિકૉપ્ટર સાથે ચાર અપાચે હેલિકૉપ્ટરની વિક્ટરી ફૉરમેશનમાં જોઇ રહ્યા છે. ચોક્કસ નિશાન તાકતુ અપાચેએ યુદ્ધ ભૂમિમાં દુશ્મનને પછાડવા માટે ભારતીય વાયુસેનાને મહત્વપૂર્ણ લીડ આપી છે.

ભીમ ફૉરમેશન

ભીમ ફૉરમેશનમાં 3 C-130 જે વિમાન વિક્ટ્રી ફૉરમેશન બનાવી રહ્યા છે. સી-130 જે ભારતીય વાયુસેનાના વિશેષ ઓપરેશન વિમાન છે અને અંતરિયાળ વિસ્તારમાંથી સરફેસ પર સંચાલનમાં સમર્થ છે. આ વિમાન કોવર્ટ ઇનસર્શન, વિશેષ એરડ્રૉપ અને એર લેન્ડિંડ મિશન, બેસ રક્ષા, આકસ્મિક અને સ્થળ ખાલી કરાવવામાં અંતરિયાળ વિસ્તારમાં માનવીય સહાયતા પહોચાડે છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9