નવી દિલ્હી: ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શાહનવાઝ હુસૈનની મુશ્કેલી વધી ગઇ છે. સુપ્રીમ કોર્ટે મહિલા સાથે રેપ કેસમાં ભાજપના નેતાને રાહત આપવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે દાખલ અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે અરજી ફગાવ્યા બાદ શાહનવાઝ હુસૈન વિરૂદ્ધ રેપનો કેસ ચાલશે.
Advertisement
Advertisement
દિલ્હી હાઇકોર્ટે આપ્યો હતો આદેશ
શાહનવાઝ હુસૈન પર એક મહિલા પર રેપનો આરોપ છે. ગત વર્ષે દિલ્હી હાઇકોર્ટે આરોપ લગાવનાર મહિલાની અરજી પર સુનાવણી કરતા ભાજપ નેતા પર કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યુ હતુ કે દિલ્હી પોલીસ પૂર્વ કેન્દ્રીય મંત્રી શાહનવાઝ હુસૈન વિરૂદ્ધ રેપનો કેસ દાખલ કરીને કાર્યવાહી કરે. હાઇકોર્ટના આ નિર્ણય વિરૂદ્ધ શાહનવાઝ હુસૈન સુપ્રીમ કોર્ટ ગયા હતા. સુપ્રીમ કોર્ટે સોમવારે તેમની અરજીને ફગાવી દીધી છે.
હવે ચાલશે કેસ
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તાત્કાલીક સ્ટે લગાવી દીધો હતો પરંતુ હવે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે, જેમાં શાહનવાઝને રાહત આપતા ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટના નિર્ણયને રદ કરવાનો ઇનકાર કર્યો છે. એવામાં હવે દિલ્હી પોલીસે શાહનવાઝ હુસૈન વિરૂદ્ધ રેપનો કેસ દાખલ કરી તપાસ શરૂ કરવી પડશે.
Advertisement