Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં રોજ 87 ‘નિર્ભયા’ રેપનો શિકાર; 2019માં મહિલાઓ સામેના ગુના 7.3% વધ્યા :NCRB

દેશમાં રોજ 87 ‘નિર્ભયા’ રેપનો શિકાર; 2019માં મહિલાઓ સામેના ગુના 7.3% વધ્યા :NCRB

0
159

ઉત્તર પ્રદેશના હાથરસમાં સામૂહિક બળાત્કાર અને હત્યાની ઘટનાએ સમગ્ર રાષ્ટ્રને હચમચાવી નાખ્યું છે. તે જ સમયે, દેશમાં ગુનાઓ વિશે જાહેર કરવામાં આવેલા સરકારી ડેટામાં જે માહિતી બહાર આવી છે તે ચિંતામાં વધારો કરશે. એનસીઆરબીના ડેટા દર્શાવે છે કે વર્ષ 2018 ની સરખામણીએ વર્ષ 2019માં દેશમાં મહિલાઓ પરના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.

વર્ષ 2019 માં ભારતમાં સરેરાશ 87 બળાત્કારના કેસ નોંધાયા હતા અને મહિલાઓ સામે ગુનાના 4,05,861 કેસ નોંધાયા હતા. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા જારી કરવામાં આવેલા ડેટામાં આ માહિતી સામે આવી છે. મળતી માહિતી મુજબ વર્ષ 2018 ની સરખામણીએ વર્ષ 2019માં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં સાત ટકાથી વધુનો વધારો થયો છે.

આ પણ વાંચો: VIDEO & FOOTAGE: રાહુલ ગાંધી સાથે પોલીસની બર્બરતાની બોલતી તસવીરો

29 સપ્ટેમ્બરના રોજ એનસીઆરબી દ્વારા બહાર પાડવામાં આવેલા ‘ક્રાઇમ્સ ઈન ઈન્ડિયા -2017’ નામના આ અહેવાલમાં બતાવવામાં આવ્યું છે કે, ગયા વર્ષે દેશમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં 7.3% નો વધારો થયો છે. વર્ષ 2019 માં એક લાખ વસ્તીમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓનું પ્રમાણ 62.4 ટકા હતું. જે 2018માં આ દર 58.8 ટકા હતો.

વર્ષ 2018 માં દેશમાં મહિલાઓ સામે ગુનાના 3,78,236 કેસ નોંધાયા હતા. ગૃહમંત્રાલયે ફરી એકવાર સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળે તાજેતરના ડેટા શેર કર્યા નથી. આ જ કારણ છે કે વર્ષ 2018 ના ડેટાનો ઉપયોગ રાષ્ટ્રીય અને શહેર મુજબના ડેટા પર પહોંચવા માટે કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: દીકરીઓ માટે કેટલો સુરક્ષિત દેશ? સગીરાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો

બાળકો સામેના ગુનામાં વધારો

એનસીઆરબીના આ આંકડા દર્શાવે છે કે મહિલાઓ તેમજ બાળકો સામેના ગુનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. વર્ષ 2018 ની તુલનામાં 2019 માં બાળકો સામેના ગુનાના કેસમાં 4.5% નો વધારો થયો છે. વર્ષ 2019 માં બાળકો સામે ગુનાના 1.48 લાખ કેસ નોંધાયા હતા. તેમાંથી 46.6 ટકા કેસો અપહરણના હતા અને 35.3 ટકા કેસ જાતીય ગુનાના છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ એનસીઆરબી કાર્યરત છે. તેનું કામ દેશભરમાં ગુનાહિત ડેટા એકત્રિત કરવા અને તેનો અભ્યાસ કરવાનો છે. એજન્સીએ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને 53 મહાનગરોના ડેટા એકત્રિત કર્યા પછી ત્રિ-વોલ્યુમ રિપોર્ટ તૈયાર કર્યો છે.