Gujarat Exclusive > રાજનીતિ > મહારાષ્ટ્રમાં આગામી 2-3 મહિનામાં સરકાર બનાવશે ભાજપ, કેન્દ્રીય મંત્રીનો દાવો

મહારાષ્ટ્રમાં આગામી 2-3 મહિનામાં સરકાર બનાવશે ભાજપ, કેન્દ્રીય મંત્રીનો દાવો

0
94

મુંબઈ: ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવે પાટિલે (Raosahab Danve) મહારાષ્ટ્રની રાજનીતિને (Maharashtra Politics) લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. કેન્દ્રીય મંત્રીએ ભાજપ (Maharashtra BJP) કાર્યકર્તાઓને કહ્યું કે, યાદ રાખજો…આગામી બે-ત્રણ મહિનામાં રાજ્યમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે.

પરભણી શહેરમાં ઔરંગાબાદ સ્નાતક મતક્ષેત્ર માટે ચૂંટણી પ્રચાર દરમિયાન રાવસાહેબ દાનવે પાટિલે (Raosahab Danve) કરેલી ભવિષ્યવાણીથી મહારાષ્ટ્રનું રાજકારણ (Maharashtra Politics) ગરમાયું છે.

વિધાન પરિષદના ચૂંટણી પ્રચાર દરમિયાન રાવસાહેબ દાનવેએ (Raosahab Danve) કાર્યકર્તાઓને કહ્યું કે, એવું ના વિચારશો કે રાજ્યમાં ભાજપની (Maharashtra BJP) સરકાર નહી બને. હું તમને સ્પષ્ટ શબ્દોમાં જણાવી રહ્યો છું કે, આગામી બે-ત્રણ મહિનામાં મહારાષ્ટ્રમાં અમારી સરકાર બનવા જઈ રહી છે. તમે લોકો મારી આ વાત યાદ રાખજો.

જો કે રાવસાહેબ દાનવેએ (Raosahab Danve) પોતાના પ્લાન અંગે વધારે કોઈ ખુલાસો નથી કર્યો. તેમણે ભાજપના (Maharashtra BJP) કાર્યકર્તાઓને કહ્યું કે, રાજ્યમાં કેવી રીતે ભાજપની સરકાર બનશે? તે હું તમને નહીં જણાવું. હાલ અમે રાહ જોઈ રહ્યાં છીએ કે, વર્તમાન ચૂંટણીઓ સમાપ્ત થઈ જાય.

આ પણ વાંચો: International Emmy Awards 2020: ડ્રામા કેટેગરીમાં વેબ સીરિઝ ‘દિલ્હી ક્રાઈમ’ને એવોર્ડ

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે આજના જ દિવસે રાજભવનમાં ફડણવીસે મુખ્યમંત્રી (Devendra Fadanavis)અને અજીત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ લીધા હતા. અગાઉ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું હતું કે, જોડ-તોડની રાજનીતિમાં અમને રસ નથી.

80 કલાક માટે સરકાર બનાવનારા પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadanavis) સોમવારે કહ્યું હતું કે, આ ઘટના યાદ રાખવા લાયક નથી. જ્યારે શિવસેનાએ આ ઘટનાને લઈને પૂર્વ સહયોગી ભાજપને (Maharashtra BJP) આડેહાથ લીધુ હતું.

જણાવી દઈએ કે, ગત વર્ષે રાજ્યમાં ઓક્ટોબરમાં થયેલી ચૂંટણી બાદ બિન ભાજપ સરકાર બનાવવા માટે શિવસેના, નેશનલ કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રસ વચ્ચે ચાલી રહેલી વાતચીત વચ્ચે ફડણવીસ (Devendra Fadanavis)અને અજીત પવારે વહેલી પરોઢે રાજભવનમાં જઈને શપથ લઈ લીધા હતા.