બોલિવૂડ એક્ટર રણબીર કપૂર (Ranbir kapoor) અને ડિરેક્ટર અયાન મુખરજી ‘બ્રહ્માસ્ત્ર‘ ફિલ્મની સફળતા પછી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. અયાન મુખરજીએ સોશિયલ મીડિયા પર તેની તસવીરો પણ શેર કરી છે જેમાં તે રણબીર કપૂર સાથે પોઝ આપતો જોવા મળે છે.
Advertisement
Advertisement
રણબીર કપૂર આ દરમિયાન વ્હાઇટ કુર્તા અને પાયજામામાં જોવા મળ્યો હતો અને તેની ઉપર તેને નેવી બ્લૂ નેહરૂ જેકેટ પહેર્યુ હતુ. જ્યારે અયાન મુખરજી યેલો કુર્તા અને વ્હાઇટ પાયજામામાં જોવા મળ્યો હતો.
અયાન મુખરજીએ તસવીર શેર કરતા લખ્યુ, ” સોમનાથ મંદિર. શ્રી સોમેશ્વરાય જ્યોર્તિલિદાય મહારૂદ્રાય નમ: આ વર્ષે મારી ત્રીજી જ્યોર્તિલિંગની મુલાકાત. મે મારી જાતને કહ્યું હતું કે હું બ્રહ્માસ્ત્ર રિલીઝ થયા પછી અહી આવીશ, અને હું ખુબ ખુશ અને ઉત્સાહિત છું કે અમે અહી આવ્યા.”
મહત્વપૂર્ણ છે કે રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અયાન મુખરજી ફિલ્મ રીલિઝ પહેલા ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશન માટે અમદાવાદ આવ્યા હતા. બ્રહ્માસ્ત્ર ફિલ્મે અત્યાર સુધી 150 કરોડથી વધુની કમાણી કરી છે.
બ્રહ્માસ્ત્રએ 5 દિવસમાં કરી 150 કરોડથી વધુની કમાણી
બ્રહ્માસ્ત્ર ફિલ્મે 150 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.વર્લ્ડ વાઇડ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે 250 કરોડથી વધુની કમાણી કરી છે. સ્ટાર સ્ટૂડિયો અનુસાર ફિલ્મ બ્રહ્માસ્ત્રએ પોતાના વર્લ્ડ વાઇડ કલેક્શનને સારૂ કરવાનું ચાલુ રાખ્યુ છે અને ફિલ્મની વર્લ્ડ વાઇડ કમાણી 250 કરોડથી વધુની થઇ ગઇ છે. ફિલ્મે પ્રથમ દિવસે 36.42 કરોડ, બીજા દિવસે 42.41 કરોડ અને ત્રીજા દિવસે 45.66 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
Advertisement