Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોનાનું સંક્રમણ રોકવા રામોલ પોલીસનો એન્ડ્રોઈડ ફોન ધારકોને ડિજિટલ પેમેન્ટથી વસ્તુ વેચાણનો નિયમ

કોરોનાનું સંક્રમણ રોકવા રામોલ પોલીસનો એન્ડ્રોઈડ ફોન ધારકોને ડિજિટલ પેમેન્ટથી વસ્તુ વેચાણનો નિયમ

0
483

અમદાવાદ: કોરોનાનું સંક્રમણ રોકવા રામોલ પોલીસે એન્ડ્રોઇડ ફોન ધરાવતા ગ્રાહકોને ફરજીયાત ડિજિટલ પેમેન્ટથી વસ્તુ વેચવાનો નિયન બનાવી દુકાનદારોને સૂચિત કર્યા છે. જે ગ્રાહકો પાસે એન્ડ્રોઇડ ફોન નથી તેવા ગ્રાહકોને રોકડ વ્યવહાર થકી ખરીદી કરવાની છૂટ આપવામાં આવી છે.

દેશમાં દિનપ્રતિદિન કોરોનાના વધતા જતા કેસોને રોકવા માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે. રાજ્યસરકારે દ્વારા અમદાવાદ શહેરમાં સાત દિવસ માટે શાકભાજી, કરિયાણાની દુકાન બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. માત્ર દૂધ અને દવાની દુકાન ખુલ્લી રાખવાનો હુકમ છે. આ તબક્કે રામોલ પોલીસે પણ ડિજિટલ પેમેન્ટનો નિયમ બનાવી સક્રમણને રોકવાના તંત્રના પ્રયાસમાં સાથ પુરાવ્યો છે. રામોલ પોલીસે અગાઉ શાકભાજી વેચાણ માટે વ્યવસ્થિત આયોજન થયું અને સોશિયલ મિડીયામાં રામોલ પોલીસની કામગીરીના આ વિડિયો વાઈરલ થયા અને લોકોએ તેની પ્રશંસા કરી હતી.

રામોલ પીઆઈ કે.એસ.દવેએ જણાવ્યું હતું કે, રોકડ વ્યવહારમાં સંક્રમણ ફેલાવાનો ભય હોવાથી તે રોકવાનો અમારો હેતુ છે. જે લોકો પાસે એન્ડ્રોઇડ ફોન છે,તે ઓન લાઈન પેમેન્ટ આસાનીથી કરી શકે છે. માટે તેવા લોકોએ વસ્તુની ખરીદી ડિજિટલ પેમેન્ટ કરીને કરવી પડશે. જે લોકો પાસે આવા ફોન નથી તે રોકડ વ્યવહારથી ખરીદી કરી શકે છે.

રાજપીપળા પાલિકામાં કોરોના કેહેર વચ્ચે વેરા વધારવા કવાયત, સત્તાધીશો વચ્ચે જ મતભેદ