Gujarat Exclusive > રાજનીતિ > રામમંદિર માટે પૈસા માંગનારા પર BJP મુસ્લિમોથી પથ્થરમારો કરાવશેઃ SP નેતા

રામમંદિર માટે પૈસા માંગનારા પર BJP મુસ્લિમોથી પથ્થરમારો કરાવશેઃ SP નેતા

0
33

ભાજપ યુપીમાં હિન્દુ-મુસ્લિમો વચ્ચે વેર ભડકાવી લાભ લેવાની ફિરાકમાં હોવાનો આરોપ

લખનઉઃ યુપીમાં ભાજપ પર હિન્દુ-મુસ્લિમો વચ્ચે વેર ભડકાવી લાભ લેવાની ફિરાકમાં હોવાનો આરોપ લાગ્યો છે. SP સાંસદ એસટી હસને (SP MP Hassan)કહ્યું કે રામનંદિરના નામે પૈસા માંગનારા પર ભાજપ મુસ્લિમોથી પથ્થરમારો કરાવશે.

રામમંદિર માટે 100 કરોડથી વધુનું ફંડ જમા

અયોધ્યામાં રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ માટે કામ ચાલુ થઇ ગયું છે. ભાજપ અને RSSએ તેના માટે લોકો પાસેથી ફંડ ઉઘરાવવાનું પણ શરૂ કરી દીધું છે. કહેવાય છે કે અત્યાર સુધી મંદિર બનાવવા માટે 100 કરોડથી વધુની રકમ જમા પણ થઇ ગઇ છે.

આ પણ વાંચોઃ 41 ધારાસભ્યોની યાદી છે, આ BJPમાં આવ્યા તો બંગાળમાં સરકાર પડી જશે- કૈલાશ વિજયવર્ગીય

દરમિયાન મુરાદાબાદના સપા સાંસદ એસટી હસને (SP MP Hassan)રામ મંદિર મામલે વાંધાજનક ટિપ્પણી કરી છે. તેમણે આરોપ મૂક્યો કે ભાજપ રામમંદિરના નામે પૈસા ઉઘરાવી રહેલા લોકો પર મુસ્લિમો દ્વ્રારા જ પથ્થરમારો કરાવી શકે છે. જેથી આગામી ચૂંટણીમાં લાભ મળે શકે.

રામમંદિર મામલે રાજકાણ કરવાનો પણ આરોપ

સાંસદ એસટી હસને (SP MP Hassan)ભાજપ પર રામ મંદિરના નામે રાજકારણ કરવાનો પણ આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં હિન્દુ-મુસ્લિમો વચ્ચેનું કાયમ સૌહાર્દ બગાડી ભાજપ ચૂંટણીમાં લાભ ખાટવા માગે છે. તેના માટે રેગમાર્ગે દોરાયેલા કેટલાક મુસ્લિમો ભાજપમાં સામેલ થઇ શકે છે.

એસટી હસને (SP MP Hassan)વધુમાં જણાવ્યું કે રામ મંદિરનો મુદ્દો ખતમ થઇ ગયો છે. છતાં ભાજપના લોકો પૈસા ઉઘરાવવા બહાર આવશે તો તેમના પર કેટલાક મુસ્લિમો પથ્થરમારો કરશે. તમે જોઇ ચૂક્યા છો કે મધ્યપ્રદેશમાં ઉજ્જૈનની પથ્થરમારાની ઘટનામાં શું થયું હતું. તેનાથી હિન્દુઓને સંદેશ જશે કે તેઓ પણ આવું કરી શકે છે.

ભાજપના રાજકારણને સમજવાની જરૂર SP MP Hassan news

એસટી હસને (SP MP Hassan)જણાવ્યું કે ભાજપના રાજકારણને સમજવાની જરૂર છે. આખરે કેટલાં લાંબા સમય સુધી આવું રાજકારણ ચાલુ રહેશે. ભાજપ ચૂંટણીના થોડા સમયે પહેલાં હિન્દુ-મુસ્લિમોને વહેંચવાની કોશીશ કરી શકે છે.

આ પણ વાંચોઃ તમિલનાડુમાં ચૂંટણીનો શંખ ફૂંકાયો, પોંગલના અવસરે રાહુલ, ભાગવત, નડ્ડાનો પ્રવાસ

હસનના નિવેદન પર રઝાનો ટોણો

એસપી સાંસદ એસટી હસન (SP MP Hassan)ના નિવેદન સામે યુપીના એકમાત્ર લઘુમતિ મંત્રી મોહસીન રઝાએ ટોણો માર્યો. તેમણે કહ્યું કે અયોધ્યામાં કારસેવકો પર ગોળીઓ વરસાવનારા આજે પથ્થર મારવાની વાત કરી રહ્યા છે. અખિલેશ યાદેવે સ્પષ્ટ કરવું જોઇએ કે તેઓ રામમંદિરની સાથે છે કે તેની વિરુદ્ધમાં.

અખિલેશ યાદવે અગાઉ કહ્યું હતું કે રામમંદિર બન્યા બાદ તેઓ પત્ની અને બાળકો સાથે રામલલાના દર્શન કરવા જશે. અયોધ્યામાં અખિલેશે કહ્યું હતું કે ભગવાન વિષ્ણુના જેટલા પણ અવતાર છે, તેઓ એ બધાને માને છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9