Gujarat Exclusive > યુથ > મનોરંજન > Rakulpritની એનસીબીએ કરી 4 કલાક સુધી પુછપરછ, આ વાત કબુલી

Rakulpritની એનસીબીએ કરી 4 કલાક સુધી પુછપરછ, આ વાત કબુલી

0
165
  • રિયાએ સામાન વિષે વાત કરી હતી, જે મારા ઘરે હતોઃ Rakulprit
  • ડ્રગ્સ ચેટિંગ ગ્રૂપની એડમિન દિપીકા પદૂકોણઃ એનસીબીને માળી માહિતી

મુંબઇઃ સુશાંત સિંહ મોત કોસના ડ્રગ્સ એન્ગલમાં શુક્રવારે NCBએ અભિનેત્રી રકૂલપ્રિત (Rakulprit)  સિંહની 4 કલાક સુધી પુછપરછ કરી હતી. જેમાં તેણે 2018માં રિયા ચક્રવર્તી સાછે ડ્રગ્સ અંગે વોટ્સએપ ચેટ કર્યાની વાત કબૂલી છે. જોકે તેણે ડ્રગ્સ સેવન કર્યાનો ઇનકાર કર્યો છે.

29 વર્ષીય રકૂલપ્રિત સિંહ શુક્રવારે સવારે કોલાબાના એનસીબી ગેસ્ટ હાઉસમાં પહોંચી હતી. NCB અહીંથી જ કામ કરી રહી છે. તેણે બોલીવૂડના ડ્રગ્સ સાથેના સંબંધ મામલે રકૂલ (Rakulprit)ને બોલાવી હતી.

રકૂલપ્રિતે પુછપરછમાં જણાવ્યું કે રિયા સાથેની ડ્રગ ચેટમાં રિયા પોતાનો સામાન મંગાવી રહી હતી. આ સામાન (એટલે ડ્રગ) મારા ઘરે હતો.

સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પુછપરછમાં રકૂલનું નામ બહાર આવ્યુ હતું. રિયા હાલ ન્યાયિક અટકાયતમાં છે. એનસીબીએ પહેલેથી જ આ મામલે ડઝનથી વધુ લોકોની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ VIDEO: કરણ જોહરની પાર્ટી પણ NCBની રડાર પર, થઇ શકે છે પૂછપરછ

Rakulpritની પહેલાં ના પછી હાં

અગાઉ રકૂલપ્રિત( Rakulprit)ને ગુરુવારે જુબાની નોંધાવવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ શરુમાં રકૂલની ટીમે એવું કહ્યું હતું કે એનસીબી તરફથી તેમને સમન્સ મળ્યો નથી. ગુરુવારે એનસીબીના અધિકારી રકૂલની પાસે ગયા, ત્યાર બાદ તેમણે કહ્યું કે સમન મળી ગયો છે.

દીપિકા અને કરિશ્મા પણ તેડુ

રકૂલપ્રિત( Rakulprit) ઉપરાંત એનસીબીએ અભિનેત્રી દીપિકા પદૂકોણ અને તેની મેનેજર કરિશ્મા પ્રકાશને પુછપરછ માટે બોલાવી છે. સાથે ધર્મા પ્રોડક્શનના કારોબારી નિર્માતા ક્ષિતિજ રવિને પણ બોલાવ્યો છે.

એનસીબીના અધિકારીએ જણાવ્યું કે એનસીબીની ટીમે ગુરુવારે વર્સોવામાં રવિના ઘરે દરોડો પાડ્યો હતો. તેમણે કહ્યું કે ટીમે એક ટીવી સ્ટાર દંપત્તિના ઘરે તપાસ કરી હતી. તેમની પણ એનસીબીએ પુછપરછ કરી છે.

દિપીકા અંગે NCBને મળી મહત્વની માહિતી

સુશાંત સિંહ કેસમાં ડ્રગ્સ એન્ગલમાં NCBને મહત્વની માહિતી મળી છે. જે મુજબ બોલીવૂડ સેલિબ્રિટીઓમાં ડ્રગ્સ માટે જે ગ્રૂપમાં ચેટિંગ થતું હતું, તેની એડમિન દિપીકા પદૂકોણ છે. NCB સૂત્રોએ જણાવ્યું કે આ ગ્રૂપ 2017માં રચાયું હતું. જેમાં દિપીકા ઉપરાંત તેની મેનેજર કરિશ્મા પ્રકાશ અને જયા શાહ હતા. આ ગ્રુપ દ્વારા જ દિપીકા અને કરિશ્મા ડ્રગ્સ અંગે વાતચીત કરી રહી હતી.

આ પણ વાંચોઃ શર્લિન ચોપરાનો મોટો ધડાકોઃ ક્રિકેટરોની પત્નીઓ વોશરૂમમાં ડ્રગ્સ લે છે